Budget 2021: પગારદાર વર્ગની કઇ માંગ બજેટમાં થઇ શકે છે પુરી, જાણો
ટેક્સ એક્સપર્ટ માને છે કે બજેટમાં સેક્શન 80C ની લિમિટને વધારીને 2.5-3 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી શકે છે. અત્યારે તેમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે.
Budget 2021: બસ થોડા કલાકો બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. દેશની પહેલી ફૂલ ટાઇમ નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણના ખભા પર કોરોના વાયરસ મહામારી વચ્ચે રજૂ થઇ રહેલા બજેટમાં લોકોની આશા પુરી કરવાની મોટી જવાબદારી છે, કારણ કે આ બજેટ રજૂ કરવામાં આવેલા બાકી બજેટોના મુકાબલે ખૂબ અલગ છે, આ બજેટ તમામ પડકારો અને અપેક્ષાઓ વચ્ચે રજૂ કરવામાં આવી રહ્યા છે. એવામાં સેલરીડ ક્લાસને બજેટ પાસે શું આશાઓ છે અને શું મળી શકે છે જુઓ...
ઇનકમ ટેક્સમાં વધુ રાહતની આશા નહી!
આ બધાની વચ્ચે સેલરીડ ક્લાસ અને મિડલ ક્લાસને નાણામંત્રી પાસે ખૂબ આશાઓ છે. સેલરીડ ક્લાસ ઇચ્છે છે કે નાણામંત્રી ઇનકમ ટેક્સ (Income) માં રાહતને લઇને કોઇ મોટી જાહેરાત કરે. ઇનકમ ટેક્સ (Income) માં મળી રહેલી 2.5 લાખ રૂપિયાની બેસિક છૂટને વધારીને 3 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવે. જોકે વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ખાસ ફેરફાર થવાની આશા નથી. વિશેષજ્ઞોના અનુસાર સેલરીડ ક્લાસ અને મિડલ ક્લાસને ઇનકમ ટેક્સ સ્લેબમાં રાહતની આશા ન રાખવી જોઇએ, પરંતુ બજેટ (Budget 2021) માં સેક્શન 80C અને સેક્શન 80D હેઠળ રાહત મળવાની આશા જરૂર રાખી શકો છો.
Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત
ઇનકમ ટેક્સ સ્લેબમાં થઇ શકે છે ફેરફાર
જોકે કેટલાક ટેક્સ એક્સપર્ટને લાગે છે કે ટેક્સ સ્લેબમાં ફેરફારની સંભાવના હજુ પણ છે. હાલ ઇનકમ ટેક્સ સ્લેબના અનુસાર 2.5 લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ લાગતો નથી. 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા ટેક્સ લાગે છે, 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ છે, પછી 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ છે. એટલે કે 5 ટક બાદ સીધો 20 ટકાનો ટેક્સ, આ ખૂબ મોટું અંતર છે. Deloitte India ના પાર્ટનર અને ટેક્સ એક્સપર્ટ નીરૂ આહૂજાના અનુસાર ટેક્સની દરમાં મોટું અંતર છે તો બજેટમાં સરકાર પાસે ફેરફાર માટે વિકલ્પ ઉપલબ્ધ છે.
80C ની મેક્સિમમ સીમા 3 લાખની આશા
ટેક્સ એક્સપર્ટ માને છે કે બજેટમાં સેક્શન 80C ની લિમિટને વધારીને 2.5-3 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી શકે છે. અત્યારે તેમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેની પાછળ તર્ક એ છે કે 80C માં જરૂરિયાતથી વધુ ટેક્સ વિકલ્પોની ભરમાળ છે. એટલા માટે તેની લિમિટ વધારવી જોઇએ. ELSS, PF, ટર્મ પ્લાનનું પ્રીમિયમ, બાળકોની ફી, હોમ લોન રીપેમેંટ સહિત 10 એવા ખર્ચ છે જેમને 80C માં મુકવામાં આવ્યા છે.
WhatsApp માં એડ થયા નવા ફીચર, Group Admin ને મળશે નવા પાવર
બજેટમાં 80D હેઠળ છૂટ વધશે
બજેટમાં સેક્શન 80D હેઠળ હેલ્થ ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર મળનાર છૂટની લિમિટ પણ વધારવાની માંગ થઇ રહી છે. હાલ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ છૂટ 25 હજાર રૂપિયા છે. લોકોની માંગ છે કે તેને વધારીને 50,000 રૂપિયા કરી દેવું જોઇએ. તેની પાછળ વધતા મેડિકલ ખર્ચનો હવાલો આપવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે લોકોની વચ્ચે મેડિકલ ઇંશ્યોરન્સને લઇને સજાગતા પણ વધી ગઇ છે. જો સરકાર 80D ની લિમિટને વધારે છે તો મેડિકલ કવરેજનો દાયરો પણ તેજીથી વધશે.
સ્ટાડર્ડ ડિડકશન 1 લાખ કરવાની માંગ
ટેક્સ એક્સપર્ટસ માનીએ છે કે વર્ક ફ્રોમ હોમના લીધે સેલરીડ ક્લાસની ઉપર વધારાના ખર્ચનો બોજો પડે છે, એવામાં સરકાર બજેટમાં સ્ટાડર્ડ ડિડક્શનને વધારીને રાહત આપી શકે છે. તમામ સેલરીડ ક્લાસને 50,000 રૂપિયાનું સ્ટાડર્ડ ડિડક્શન મળે છે. તેને વધારીને 1 લાખ રૂપિયા કરવાની માંગ થઇ રહી છે.
બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube