Salary Hike: સરકારી કર્મચારીઓને મળ્યો ડબલ ફાયદો, પગારમાં થયો 23.29% ન વધારો, નિવૃત્તિની ઉંમર વધીને 62 થઈ
Salary Hike: સરકારે નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પગાર બંનેમાં વધારો થયો છે. સરકારે કર્મચારીઓના પગારમાં (Salary Hike) 23.29% નો વધારો થયો છે.
નવી દિલ્હીઃ Andra Pradesh Government employees: સરકારી કર્મચારીઓ માટે ડબલ ખુશખબરી છે. સરકારે નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પગાર બંનેમાં વધારો થયો છે. સરકારે કર્મચારીઓના પગારમાં 23.29% નો વધારો કર્યો છે, તો નિવૃત્તિની ઉંમર (Retirement Age) 60 વર્ષથી વધારી 62 વર્ષ કરી દીધી છે.
આંધ્ર પ્રદેશ સરકારે પોતાના કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપ્યા છે. હકીકતમાં રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને ડબલ ભેટ આપી છે. કર્મચારીઓના પગારમાં 23.29% ના વધારાની જાહેરાત કરી છે. સાથે કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર પણ 60થી વધારી 62 વર્ષ થઈ ગઈ છે.
કર્મચારી એસોસિએશન સાથે થઈ બેઠક
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ (Y S Jagan Mohan Reddy) એમ્પ્લોઈ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં અલગ-અલગ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે હવે પ્રદેશના કર્મચારીઓને વધેલા વેતનનો ફાયદો મળશે. આ બેઠકમાં કર્મચારીઓની સાથે બીજા મુદ્દાનું સમાધાન કાઢવા માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Banking Stocks બનશે પૈસા, વર્ષ 2022માં ત્રણ શેર લગાવી શકે છે લાંબી છલાંગ! બ્રોકરેજ હાઉસ છે બુલિશ
કર્મચારીઓને ક્યારથી મળશે પૈસા
તમને જણાવી દઈએ કે આ ફેરફાર 1 જુલાઈ 2018થી લાગૂ થશે, જ્યારે તેની સાથે જોડાયેલા મોનિટરી લાભોની ચુકવણી એક એપ્રિલ 2020થી કરવામાં આવશે. તો નવા વેતનની સાથે નવી સેલેરી એક જાન્યુઆરી 2022થી મળશે. એટલે કે કર્મચારીના પગારમાં મોટો વધારો થવાનો છે. સરકાર તરફથી આપેલા નિવેદન અનુસાર સરકારી ખજાના પર વાર્ષિક 10247 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે.
બાકી DA ની પણ થશે ચુકવણી
આ બેઠક બાદ મુખ્યમંત્રીએ એમ્પ્લોઈ એસોસિએશનને કહ્યું કે, બાકી મોંઘવારી ભથ્થાની ચુકવણી જાન્યુઆરીના વેતન સાથે કરવામાં આવશે. આ સાથે પ્રોવિડેન્ટ ફંડ, ઇન્શ્યોરન્સ, લીવ ઇનકેશમેન્ટ અને બીજી બાકી ચુકવણીની એપ્રિલ સુધી મંજૂરી આપવામાં આવશે. એટલે કે આ બેઠકમાં સરકારે પ્રદેશ કર્મચારીઓના પેન્ડિંગ અનેક મુદ્દાનું સંબોધન કાઢ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube