Banking Stocks બનશે પૈસા, વર્ષ 2022માં ત્રણ શેર લગાવી શકે છે લાંબી છલાંગ! બ્રોકરેજ હાઉસ છે બુલિશ

Banking Stocks: બેન્કિંગ શેરોમાં ઘણા સમયથી ખાસ તેજી જોવા મળી નથી. પરંતુ વર્ષ 2022માં આ સેક્ટર સારૂ પરફોર્મ કરી શકે છે. તેવામાં આ 3 સ્ટોક્સમાં તમારે પૈસા લગાવવા જોઈએ. 
 

Banking Stocks બનશે પૈસા, વર્ષ 2022માં ત્રણ શેર લગાવી શકે છે લાંબી છલાંગ! બ્રોકરેજ હાઉસ છે બુલિશ

નવી દિલ્હીઃ Banking Stocks: શેર બજારમાં સારી તેજી જોવા મળી રહી છે. મોટા ભાગના નિષ્ણાંત વર્ષ 2022ને લઈને ખુબ બુલિશ છે. લાંબા સમયથી એક સેક્ટર એવું છે, જેમાં આઉટપરફોર્મ કરવાની ક્ષમતા છે. પરંતુ ખુબ સુસ્ત છે. પરંતુ વર્ષ 2022 આ સેક્ટર માટે દમદાર રહી શકે છે. નિષ્ણાંતોથી લઈને બ્રોકરેજ હાઉસ પણ તેના પર દાંવ લગાવી રહ્યાં છે. બેન્કિંગ સેક્ટર (Banking sector) લાંબા સમયથી ચાલ્યું નથી. નિષ્ણાંતોનું માનવું છે કે અહીં તેજી જોવા મળી રહી છે. તમામ ફેક્ટર્સ ફેવરમાં છે. 

વર્ષ 2022માં વધશે બેન્કિંગ સેક્ટર
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ  (JM Financial) નું માનવું છે કે વર્ષ 2022માં બેન્કિંગ સેક્ટર (Banking Sector) વધશે. બેન્કિંગ સેક્ટરનો વાર્ષિક આધાર પર અર્નિંગ ગ્રોથ 49 ટકા રહેવાની આશા છે. હાલ જે સ્થિતિ છે તે બેન્કિંગ સેક્ટરના એવરમાં છે. તો IIFL સિક્યોરિટીઝના સંજીવ ભસીન પણ બેન્કિંગ શેરોને લઈને ખુબ બુલિશ છે. તેમનું માનવું છે કે આ સેક્ટર હવે આઉટપરફોર્મ કરશે. બેન્ક નિફ્ટીમાં સામેલ તમામ શેર સારૂ પ્રદર્શન કરી શકે છે.

JM Financial એ લગાવ્યો ત્રણ શેર પર દાવ
JM Financial એ બેન્કિંગ સેક્ટરના 3 દિગ્ગજ શેરો પર દાંવ લગાવ્યો છે. ત્રણેય ખાનગી ક્ષેત્રની બેન્ક છે.  HDFC Bank, ICICI Bank, Axis Bank. બ્રોકરેજ ફર્મે વર્ષ 2022 માટે ત્રણેયના ટાર્ગેટ પણ આપ્યા છે. તેનું માનવું છે કે ICICI Bank, HDFC Bank અને Axis Bank ના શેરમાં 22% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. કેપિટલ પોઝિશન ખુબ મજબૂત છે. લાયબિલિટીમાં સતત સુધાર થયો છે. ટેક્નોલોજીમાં રોકાણ કરવાની ક્ષમતાને કારણે બેન્કોના શેરમાં દમ જોવા મળી રહ્યો છે. રિટેલ કર્જમાં વધતી સ્પર્ધાનો ફાયદો ઉઠાવવા બેન્ક ખુબ સારી સ્થિતિમાં છે. લોનની ડિમાન્ડ વધવાથી પણ તેને ફાયદો મળશે. 

HDFC Bank
CMP- ₹1539
Rating : BUY
TGT- ₹1,950

જેએમ ફાઇનાન્શિયલ પ્રમાણે વર્ષ 2022 HDFC બેન્ક માટે કમબેક યર સાબિત થઈ શકે છે. બેન્કના શેરોમાં 21 ટકા સુધીની અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી રહી છે. 

ICICI બેન્ક
CMP- ₹785 
Rating: BUY
TGT- ₹1,010

જેએમ ફાઇનાન્શિયલ પ્રમાણે  ICICI બેન્કના ત્રીજા ક્વાર્ટરમાં લોન ગ્રોથ 15 ટકા અને ડિપોઝિટ ગ્રોથ 17.5 રહેવાનું અનુમાન છે. અહીં પણ શેરોમાં 22 ટકાની અપસાઇડ મૂવમેન્ટ બનતી જોવા મળી રહી છે. 

એક્સિસ બેન્ક
CMP- ₹750
Rating: BUY
TGT- ₹950

ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની લોન ગ્રોથ 11 ટકા અને ડિપોઝિટ ગ્રોથમાં 17 ટકાનો ઉછાળ જોવા મળી શકે છે. જેએમ ફાઇનાન્શિયલને એક્ટિવ કેસમાં 23 ટકાની અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news