લાખોના પગારવાળી નોકરી છોડી કપલે શરૂ કરી સમોસાની દુકાન, રોજની કમાણી જાણી આંખો અંજાઈ જશે
સમોસા સિંહના ફાઉન્ડર શિખર વીર સિંહ અને નિધિ સિંહે પોતાની તગડા પગારવાળી નોકરી છોડીને સમોસાના સ્ટાર્ટઅપ માટે ખુબ આકરી મહેનત કરી. હવે પરિણામ જોઈને બધા દંગ રહી જાય છે....
દેશમાં આજકાલ યુવાઓ નોકરી બાજુ પર મૂકીને પોતાનું કામ કરવા માંગે છે. પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરવા એ પણ સરળ નથી કારણ કે તેમાં ખુબ આકરી મહેનત કરવી પડે છે. પણ જો તમને તમારા બિઝનેસ આઈડિયા પર પૂરેપૂરો ભરોસો હોય અને તમારી મહેનત પર વિશ્વાસ હોય તો તમારા સ્ટાર્ટઅપને ચાલતા કોઈ રોકી શકે નહીં. આવું જ કઈક જોવા મળ્યું છે સમોસા સિંહના ફાઉન્ડર શિખર વીર સિંહ અને નિધિ સિંહની પ્રેરણાદાયક કહાનીમાં. જેમણે પોતાના મોટા પગારવાળી નોકરી છોડીને પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ શું તમને આ બધુ સરળ લાગે છે? ના... આ માટે બંનેએ શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. એટલે સુધી કે પોતાનો ફ્લેટ સુદ્ધા વેચવો પડ્યો હતો. આમ છતાં તેઓ પોતાના આઈડિયા પર મક્કમ રહ્યા. હવે પરિણામ એ છે કે આજે રોજની તેમની લાખોમાં કમાણી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સમોસા સિંહના ફાઉન્ડર શિખર વીર સિંહ અને નિધિ સિંહ છે. તેઓની પહેલી મુલાકાત કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં બીટેકના અભ્યાસ દરમિયાન થઈ હતી. બંનેએ હરિયાણાની એક એન્જિનિયરિંગ કોલેજથી બાયોટેક્નોલોજીમાં બીટેક કર્યું. ત્યારબાદ નિધિએ ગુરુગ્રામમાં એક કોર્પોરેટ હાઉસમાં જોબ શરૂ કરી. શિખર વીર સિંહે ઈન્સ્ટિટ્યૂટ ઓફ લાઈફ સાયન્સિસ, હૈદરાબાદથી એમટેક કર્યું. જ્યારે વર્ષ 2015 શરૂ થયું તો બંનેએ બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું. આ દરમિયાન બંનેએ પોતાની નોકરી છોડી દીધી. તે વખતે શિખર વીર સિંહ બાયોકોનમાં પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ હતા અને નિધિનો પગાર વાર્ષિક 30 લાખ રૂપિયા હતો. તેના એક વર્ષ બાદ 2016માં તેમણે બેંગ્લુરુમાં પોતાની સેવિંગથી સમોસા સિંહ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
ફ્લેટ વેચવો પડ્યો
સ્ટાર્ટઅપ શરૂ તો થઈ ગયું પણ જલદી એક મોટા રસોડાની પણ જરૂરી પડી ગઈ. જેના લીધે તેમણે પોતાનો એપાર્ટમેન્ટ 80 લાખમાં વેચવો પડ્યો. આ ઘરમાં તેઓ ફક્ત એક જ દિસ રહ્યા હતા કારણ કે તેમને એક મોટા ઓર્ડર માટે પૈસાની જરૂર હતી. આ માટે તેમને ફ્લેટ વેચવો જ યોગ્ય લાગ્યું. આ પૈસાથી બંનેએ બેંગ્લુરુમાં ભાડે એક ફેક્ટરી લીધી હતી. વેપાર વધારવા માટે ફ્લેટ વેચીને ભાડા પર ફેક્ટરી લેવાનો નિર્ણય બિલકુલ યોગ્ય રહ્યો. તેનાથી બિઝનેસ ખુબ વધી ગયો.
આટલી છે કમાણી
સમોસા સિંહ શરૂ કરવામાં બંનેએ આકરા પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ બંનેની મહેનત આખરે રંગ લાવી. થોડા દિવસોમાં તેમના સમોસાનું વેચાણ ઝડપથી વધવા લાગ્યું. હવે તેઓ દર મહિને લગભગ 30,000 સમોસા વેચે છે. તેમનું ટર્નઓવર 45 કરોડ રૂપિયા વાર્ષિક છે. રિપોર્ટ મુજબ બંને પતિ પત્ની મળીને રોજના 12 લાખ રૂપિયા કમાણી કરે છે.