નવી દિલ્હી: દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે (Samsung) 5G નેટવર્કની સુવિધાવાળા પ્રોડક્ટને બજારમાં લાવવા માટે તૈયારીઓને તીવ્ર બનાવવામાં આવી છે. કંપની વર્ષ 2019ના પ્રથમ ક્વાર્ટરમાં તેમનો 5G સુવિધાવાળા ઉત્પાદનું મોટા પ્રમાણમાં ટ્રાયલ શરૂ કરશે. કંપની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની સાથે મળી આ ટ્રાયલની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં થશે 5G સેવાનું ટ્રાયલ
સેમસંગ ઇન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને નેટવર્ક બિઝનેઝ હેડ શ્રીનિવાસ સુન્દરાજનના જણાવ્યા અનુસાર કંપની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની સાથે મળી આવતા વર્ષના પ્રથમ ક્વાટરમાં નવી દિલ્હીમાં 5G સેવાની ટ્રાયલ કરશે. કંપની 5G સેવા અંતર્ગત હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સ્માર્ટ સિટી સર્વેલેન્સ જેવા ક્ષેત્રોમાં પણ 5G ટેકનિકને લઇ કામ કરી રહી છે.


રિલાયન્સ જિયો રહેશે પ્રાઇમ પાટર્નર
સુન્દરાજને જણાવ્યું હતું કે સેમસંગ પહેલાથી અમેરિકા અને કોરિયામાં 5G સેવાઓ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ નવી ટેકનિક ભારતમાં એક ક્રાંતિની જેમ થશે. તેમણે જણાવ્યું કે આ ટેકનિકનો વધારે લાભ લેવા માટે કેટલાક સોફ્ટવેર અપડેટ કરવા પડશે. 5G સેવાને લઇ અમે ઘણા પાટનર્સ સાથે વાત કરી રહ્યાં છે, પરંતુ રિલાયન્સ જીયો કંપની હમેશા પ્રાઇમ પાટર્નર રહશે.
(ઇનપુટ એજન્સી)


ટેકનોલોજીના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...