Sanstar IPO: ફૂડ, એનિમલ અને ઈન્ડસ્ટ્રીયલ યૂઝ માટે સ્પેશિયલ પ્રોડક્ટ બનાવનારી કંપની સેનસ્ટાર (Sanstar)એ હવે માર્કેટમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. તે માટે કંપની લગભગ 510.15 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈ આવી રહી છે. તે 19 જુલાઈએ ઓપન થશે અને 23 જુલાઈ સુધી તેમાં દાવ લગાવી શકાશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 90થી 95 રૂપિયા નક્કી કરી છે. આ આઈપીઓમાં ફ્રેશ ઈશ્યૂની સાથે ઓફર ફોર સેલ પણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના પ્રમોટર વેચી રહ્યાં છે પોતાની ભાગીદારી
કંપની દ્વારા સેબીને સોંપવામાં આવેલા દસ્તાવેજ અનુસાર આઈપીઓમાં 397.10 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલ દ્વારા 11,900,000 ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ આઈપીઓ દ્વારા રાણી ગૌતમચંદ્ર ચૌધરી 38 લાખ શેર, રિચા સંભવ ચૌધરી તથા સમીક્ષા શ્રેયાંશ ચૌધરી 33 લાખ શેર, ગૌતમચંદ સોહનલાલ ચૌધરી, સંભવલાલ ચૌધરી અને શ્રેયાંશ ચૌધરી 5-5 લાખ શેર વેચશે.


આ પણ વાંચો- 5 વર્ષ સુધી દર મહિને મળશે 20,000 રૂપિયા, ચેક કરો પોસ્ટ ઓફિસની આ સ્કીમના ફાયદા


પ્લાન્ટનો વિસ્તાર અને લોન ચુકવવા માટે થશે પૈસાનો ઉપયોગ
કંપનીએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે 50 ટકા, રિટેલ રોકાણકારો માટે 35 ટકા અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અનામત રાખ્યું છે. આ સિવાય એન્કર બુકમાં 153 કરોડ રૂપિયાના શેર મૂકવામાં આવ્યા છે, જે 18 જુલાઈએ ખુલશે. કંપનીઓ આઈપીઓમાંથી મળનાર 181.6 કરોડ રૂપિયાનો ઉપયોગ ધુલે પ્લાન્ટનો વિસ્તાર કરવામાં કરશે. આ સિવાય 100 કરોડ રૂપિયાની લોન ચુકવશે. કંપનીની ઉપર વર્તમાનમાં 164.23 કરોડ રૂપિયાની લોન છે. બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે.


49 દેશોમાં પોતાની પ્રોડક્ટની સપ્લાય કરે છે કંપની
સેનસ્ટારને પ્લાન્ટ આધારિત સ્પેશલ પ્રોડક્ટ બનાવવામાં મહારથ હાસિલ છે. તેમાં લિક્વિડ ગ્લૂકોઝ, ડ્રાઈ ગ્લૂકોઝ, માલ્ટોડેક્સટ્રિન પાઉડર, ડેક્સટ્રોઝ મોનોહાઇડ્રેટ, મેજ સ્ટાર્ચ, જમ્ર્સ, ગ્લૂટન, ફાઇબર અને એનરિચ્ડ પ્રોટીન જેવી વસ્તુ સામેલ છે. તે પોતાના સેક્ટરમાં દેશની ત્રીજી સૌથી મોટી કંપની માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું એક્સપોર્ટથી રેવેન્યૂ 394.44 કરોડ રૂપિયા રહ્યું હતું. કંપની એશિયા, આફ્રિકા, મિડલ ઈસ્ટ, અમેરિકા, યુરોપ અને ઓસેનિયાના 49 દેશોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે.