5 વર્ષ સુધી દર મહિને મળશે 20,000 રૂપિયા, ચેક કરો પોસ્ટ ઓફિસની આ સ્કીમના ફાયદા

Post Office Saving Scheme: નિવૃત્તિ બાદ જીવન પસાર કરવા માટે નિયમિત પૈસાની જરૂર પડે છે. જો તમે પણ નિવૃત્તિ બાદ તમારા ખર્ચને પહોંચી વળવા માટે રોકાણ માટે કોઈ સ્કીમ શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

 5 વર્ષ સુધી દર મહિને મળશે 20,000 રૂપિયા, ચેક કરો પોસ્ટ ઓફિસની આ સ્કીમના ફાયદા

Senior Citizen Saving Scheme: જેમ-જેમ લોકોની ઉંમર પસાર થાય છે અને નિવૃત્તિ સુધી પહોંચે છે તો તેને પોતાના ખર્ચ ચલાવવા માટે બચતની જરૂર હોય છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે ખાસ કરીને વૃદ્ધો માટે છે. આ પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે. આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં અન્ય બચત યોજનાના મુકાબલે વધુ વ્યાજ મળે છે. અહીં તમે તમારી નિવૃત્તિના પૈસાનું રોકાણ કરી દર મહિને કમાણી કરી શકો છો. 

1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ
પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમની સૌથી ખાસ વાત છે કે તેમાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજના વૃદ્ધો માટે સુરક્ષિત વિકલ્પ છે. તેમાં તમને નિયમિત આવક મળશે અને નિવૃત્તિ બાદ પૈસાની ચિંતા રહેશે નહીં. આ યોજના પાંચ વર્ષ માટે મળે છે.

કોણ ખોલાવી શકે ખાતું?
આ યોજનાનો ફાયદો તે લોકો ઉઠાવી શકે છે, જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે. જો  તમે 55થી 60 વર્ષની ઉંમરમાં વોલેન્ટરી રિયાટરમેન્ટ સ્કીમ હેઠળ નિવૃત્તિ લીધી છે, તો તમે આ ખાતું ખોલાવી શકો છો. ડિફેન્સ સર્વિસમાંથી નિવૃત્ત કર્મચારી 50 વર્ષની ઉંમરે આ યોજનાનો ફાયદો લઈ શકે છે. તમે આ એકાઉન્ટ તમારા જીવનસાથી સાથે પણ ખોલાવી શકો છો. 

ક્યાં ખુલશે ખાતું?
વૃદ્ધો કોઈ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરવા પડશે. તમે વધુમાં વધુ 30 લાખ જમા કરાવી શકો છો. પૈસા 1000 રૂપિયાના મલ્ટીપલમાં જમા કરાવી શકાય છે. 

રિટર્ન
આ યોજનામાં તમને વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ મળે છે. જો કોઈ વ્યક્તિ 30 લાખ રૂપિયા જમા કરાવે છે તો તેને વાર્ષિક 2.46 લાખ રૂપિયાનું વ્યાજ મળશે, જે મહિના પ્રમાણે 2 હજાર રૂપિયા થાય છે. પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ વૃદ્ધો માટે એક સારો વિકલ્પ છે. તેનાથી તેને નિવૃત્તિ બાદ નિયમિત રકમ મળતી રહે છે અને તેની નાણાકીય જરૂરીયાત પૂરી થાય છે. આ યોજના વૃદ્ધોને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે, જેનાથી તે પોતાના જીવનનો આનંદ લઈ શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news