12 ઓગસ્ટે ઓપન થશે આ સાડી વેચનારી દિગ્ગજ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ જાહેર, જાણો વિગત
IPO News: સરસ્વતી સાડીનો આઈપીઓ 12 ઓગસ્ટે ઓપન થવાનો છે. કંપનીના આઈપીઓની સાઇઝ 160 કરોડ રૂપિયા છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ જાહેર કરી દીધી છે.
Saraswati Saree Depot Ltd IPO: સરસ્વતી સાડી ડિપો લિમિટેડે આઈપીઓની પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી દીધી છે. કંપની તરફથી જાણકારીમાં કહેવામાં આવ્યું કે આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 152 રૂપિયાથી 160 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઈન્વેસ્ટર આ આઈપીઓ પર 12 ઓગસ્ટથી દાવ લગાવી શકશે. મહત્વનું છે કે સાડી હોલસેલ સેગમેન્ટ (B2B)માં કંપની દિગ્ગજ પ્લેયર છે.
એક ઈન્વેસ્ટરે કેટલું રોકાણ કરવું પડશે?
સરસ્વતી સાડી આઈપીઓની લોટ સાઇઝ 90 શેરની છે. જેના કારણે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14400 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આઈપીઓ 12 ઓગસ્ટે ઓપન થશે અને 14 ઓગસ્ટે બંધ થશે. આ મેન બોર્ડ આઈપીઓ છે એટલે કંપનીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને પર થશે. મહત્વનું છે કે આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને શેરનું એલોટમેન્ટ 16 ઓગસ્ટે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ચાર વર્ષથી મુકેશ અંબાણીનો પગાર ઝીરો, ત્રણેય બાળકો લે છે મોટી 'સિટિંગ ફી'
શું છે આઈપીઓની સાઇઝ
આ આઈપીઓની સાઇઝ 160.01 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 0.65 કરોડ ફ્રેશ શેર જારી કરશે. તો 35 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ હશે. આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ છે. તો રિટેલ ઈન્વેસ્ટરો માટે 15 ટકા રિઝર્વ રહેશે. આ આઈપીઓ માટે યુનિસ્ટોન કેપિટલને લીડ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે.
1996માં શરૂ થઈ હતી કંપની
નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીનું કુલ રેવેન્યુ 610 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે આ દરમિયાન તેનો નેટ પ્રોફિટ 29.52 કરોડ રૂપિયા રહ્યો હતો. મહત્વનું છે કે કંપનીની સ્થાપના 1996માં કોલકત્તામાં થઈ હતી. કંપની વારાણસી, મઉ, મદુરઈ, કોલકત્તા અને બેંગલુરૂથી સાડી મંગાવે છે. કંપનીના મહારાષ્ટ્રમાં પણ બે સ્ટોર છે.