SBFE Finance IPO Price Band: આઈપીઓ ઈન્વેસ્ટર માટે સારા સમાચાર છે. આ સપ્તાહે એસપીએફસી ફાઇનાન્સ આઈપીઓ ઓપન થવાનો છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 54થી 57 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જે ઈન્વેસ્ટરોએ આ કંપનીના આઈપીઓમાં એપ્લાય કરવાની યોજના બનાવી છે તેવા લોકો માટે ગ્રે માર્કેટથી ગુડ ન્યૂઝ છે. આવો વિગતવાર જાણીએ એસપીએફસી ફાયનાન્સ આઈપીઓ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચાલી રહ્યો છે GMP?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આજના જીએમપીને જુઓ તો કંપનીનું લિસ્ટિંગ 97 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે આઈપીઓ 70.18 ટકાનો ફાયદો કરાવી શકે છે. નોંધનીય છે કે 28 જુલાઈએ એસપીએફસીનો જીએમપી 38 રૂપિયા હતો. 


આ પણ વાંચોઃ 4 ઓગસ્ટે આ કંપનીનો લોન્ચ થશે આઈપીઓ, રાકેશ ઝુનઝુનવાલાની ફર્મનું પણ તેમાં છે રોકાણ


ક્યારે થશે ઓપન?
એસપીએફસી ફાઇનાન્સનો આઈપીઓ 3 ઓગસ્ટે ઓપન થશે. ઈન્વેસ્ટરો પાસે આઈપીઓને સબ્સક્રાઇબ કરવા માટે 7 ઓગસ્ટ સુધીનો સમય રહેશે. ઈન્વેસ્ટરો માટે કંપનીએ 260 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે ઓછામાં ઓછું 14820 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે કંપનીનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં 16 ઓગસ્ટે થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube