SBIમાં ખાતુ છે તો આવતીકાલ સુધી કરી લો એક મહત્વનું કામ, નહિ તો...
જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતાધારક છો, તો સાવધાન થઈ જાઓ. 1 માર્ચથી SBI અનેક મોટા બદલાવ કરવા જઈ રહ્યું છે. તેના મુજબ, તમારા બેકિંગ કામોમાં પણ મોટા બદલાવ આવવાના છે. આ બાબતોનું ધ્યાન રાખી લો, નહિ તો આગામી દિવસોમાં તમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો :જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતાધારક છો, તો સાવધાન થઈ જાઓ. 1 માર્ચથી SBI અનેક મોટા બદલાવ કરવા જઈ રહ્યું છે. તેના મુજબ, તમારા બેકિંગ કામોમાં પણ મોટા બદલાવ આવવાના છે. આ બાબતોનું ધ્યાન રાખી લો, નહિ તો આગામી દિવસોમાં તમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
1 માર્ચથી બંધ થઈ શકે છે તમારું ખાતું
SBI અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં તમામ SBI ખાતાધારકોને 28 ફેબ્રુઆરી સુધી KYC ભરવાનું કહેવાયું છે. તે માટે ગ્રાહકોને મોબાઈલમાં SMS ના માધ્યમથી સંદેશ મોકલવામાં આવી ચૂક્યો છે. પરંતુ જો તમે આ મેસેજને મિસ કરી ગયા છો, તો સીધા જ તમારી બ્રાન્ચને સંપર્ક કરીને KYC ભરી શકો છો. તેના માટે તમારે તમારું ઓળખ પત્ર બેંકમાં જમા કરવાનું રહેશે. બેંકમાં KYC માટે ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી, રાશન કાર્ડ, વીજળીનું બિલ સહિત કુલ 12 દસ્તાવેજ જમા કરી શકો છો.
‘કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપીને પિતાએ દીકરીને પીંખી નાંખી
SBI માત્ર ઘરેલુ ડેબિટ કાર્ડ જ જાહેર કરશે
માર્ચ મહિનાથી જ SBI ખાતાધારકો માટે ડેબિટ કાર્ડ (Debit Card) ની સૂરત પણ બદલવાની છે. કાર્ડથી રૂપિયા કાઢવા માટે નિયમોમાં બદલાવ બાદ હવે SBI કોઈ પણ નવા ખાતાધારકોને માત્ર ઘેરલુ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ (ATM Card) જ જાહેર કરશે. બેંક પહેલા મોટાભાગના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કાર્ડ (International Card) જાહેર કરતું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકને કહ્યું કે, એટીએમ અને ડેબિટ કાર્ડના અનેક ફ્રોડના કેસ દેશના બહારથી થયા હોય તેવું સામે આવ્યું છે. આ કારણે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જોકે, જો કોઈ ગ્રાહક ઈન્ટરનેશનલ સેવા ઈચ્છે છે તો તેણે સીધુ જ બેંકને સંપર્ક કરવાનો રહેશે. જૂના કાર્ડવાળા ગ્રાહકો એ નક્કી કરી શકે છે કે, આમાંથી કઈ સુવિધા બંધ કરવાની છે અને કઈ શરૂ કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક....