નવી દિલ્હી: સોશિયલ મેસેજિંગ એપ Whatsapp નો ઉપયોગ કરનારા માટે ભારતીય સ્ટેટ બેંક એ એક એલર્ટ જાહેર કર્યું છે. તેના અનુસાર વોટ્સએપ પર એક નાનકડી ભૂલથી તમારા બેન્ક એકાઉન્ટમાં સેંધ લાગી શકે છે. સાઇબર અપરાધી આ એપ પર કોલ અથવા પછી મેસેજ કરીને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી શકે છે. કોરોનાકાળમાં આવા ગુનાઓમાં ઝડપથી વધારો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્ક નથી કરતી આવું આ કામ
એસબીઆઇએ ગ્રાહકોને કહ્યું કે બેન્ક તમામ ગ્રાહકોને ફોન કરીને તેમના ખાતાની પર્સનલ ડીટેલ માંગતી નથી. એવામાં વોટ્સએપ કોલ અથવા મેસેજ દ્વારા, ઇમેલ અથવા મેસેજ દ્વારા કોઇ આ પ્રકારની જાણકારી માંગતી નથી તો તાત્કાલિક સાવધાન થઇ જાવ. તમને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

ICICI | HDFC BANK | SB| | ATM


આ ઉપરાંત બેન્ક તરફથી કોઇ લોટરી અથવા લકી કસ્ટમર ગિફ્ટ આપવામાં આવતી નથી. એવામાં જો કોઇ તમને લાલ આપે છે તો સાવધાન થઇ જાવ. 


ફક્ત એક ભૂલ કરતાં જ થઇ શકે છે નુકસાન
બેન્કએ કહ્યું કે સાઇબર ઠ ફક્ત તમારી એક ભૂલની રાહ જોઇ રહ્યા છે. એક ભૂલ કરતાં જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડી જશે. એવામાં બનાવટી કોલ અથવા ફોરવર્ડ મેસેજ પર બિલકુલ વિશ્વાસ ન કરો. સાઇબર ક્રિમિનલ ગ્રાહકને લોટરી જીતવાની જાણકારી આપે છે અને લાલચ આપીને ઠગવાનો પ્રયત્ન કરે છે. લોકો પાસે કોઇ એપ ડાઉનલોડ કરવા અથવા તેમના ખાતાની ડિટેલ માંગવામાં આવે છે. સામાન્ય ભૂલથી સાઇબર ક્રિમિનલ ખાતું ખાલી કરી નાખે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube