SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન
ફોન લોક પર મળનાર આકર્ષક લોન ઓફર સાંભળીને જો તમે લોન લેવા વિશે વિચારી રહ્યા છે તો એકવાર ફરી વિચારી લો. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના તમામ ગ્રાહકોને એડવાઝરી જાહેર કરીને સાવધાન કર્યા છે.
નવી દિલ્હી: ફોન લોક પર મળનાર આકર્ષક લોન ઓફર સાંભળીને જો તમે લોન લેવા વિશે વિચારી રહ્યા છે તો એકવાર ફરી વિચારી લો. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના તમામ ગ્રાહકોને એડવાઝરી જાહેર કરીને સાવધાન કર્યા છે. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે જો તમને SBI Loan Finance Ltd. અથવા Mudra Finance Pvt. Ltd. તરફથી લોન આપવા માટે સંપર્ક કર્યો છે તો તમે સતર્ક થઇ જજો. તમારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
SBI એ આ સંસ્થાઓને સાવધાન રહેવા માટે કહ્યું
ભારતીય સ્ટેટ બેંકએ સ્પષ્ટ કહ્યું છે કે SBI Loan Finance Ltd. અથવા Mudra Finance Pvt. Ltd. કોઇપણ પ્રકારે SBI સાથે જોડાયેલા નથી. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે ગત થોડા દિવસોમાં જોવામાં આવ્યું છે કે કેટલીક બનાવટી સંસ્થાના લોકોને લોનની ઓફર આપી ઠગવાનો પ્રયત્ન કરી રહી છે. એવામાં રાહકોને એવી કોઇપણ ઓફર મળવા પર એકદમ સાવધાન રહેવાની જરૂર છે.
Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન
લોન માટે માંગવામાં આવે છે પૈસા
SBI એ ગ્રાહકોને જણાવ્યું કે આ બનાવટી સંસ્થાઓને લોન આપવાનો અધિકાર નથી. આ લોકો લોન આપવાની ઓફર કરી રજિસ્ટ્રેશન અથવા પ્રોસેસિંગ ફીના નામે ગ્રાહકો પાસે કેટલાક પૈસા માંગે છે. ગ્રાહકોને જ્યાં સુધી એહસાસ થાય છે કે તેની સાથે છેતરપિંડી થઇ છે ત્યાં સુધી સંસ્થાઓ ગાયબ થઇ જાય છે.
હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ
લોન લેવી હોય તો કરો આ કામ
ભારતીય સ્ટેટ બેંકે ગ્રાહકોને કહ્યું કે જો તેમને આ પ્રકારના લોન લેવી છે તો તે ફોન પર લોન પ્રક્રિયા ન કરે. લોન માટે તમારી નજીકની એસબીઆઇ બ્રાંચમાં જાવ અને લોન પ્રોસેસ કરો.
એસબીઆઇ એટીએમમાંથી નિકળવા વધુ સુરક્ષિત
ભારતીય સ્ટેટ બેંક (SBI) દેશમાં પોતાના તમામ એટીએમમાં દિવસભરમાં 10,000 રૂપિયા અને તેમનઈ વધુ માટે વન-ટાઇમ પાસવર્ડ (OTP)- બેસ્ડ કેશ વિડ્રોલ સર્વિસનો વિસ્તાર કરી રહ્યું છે. એસબીઆઇનો ફેરફાર દેશમાં 18 સપ્ટેમ્બરથી લાગૂ થઇ જશે.
કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
આ રીતે નિકાળો એટીએમમાંથી પૈસા
તમે 10,000 રૂપિયા અથવા તેનાથી વધુના વિડ્રોલ માટે એક SBI ATM તરફ જઇ રહ્યા છો તો મોબાઇલને સાથે લઇ જવાનું ભૂલતા નથી. કારણ કે તમારે રજિસ્ટર મોબાઇલ નંબર પર બેંકમાંથી મોકલવામાં આવેલા ઓટીપીનો નાખવો પડશે. જો તમે આમ કરશો નહી તો તમારું ટ્રાંજેક્શન ફેલ થઇ જશે. હાલમાં સુરક્ષાની આ સિસ્ટમ એસબીઆઇ એટીએમમાં ટ્રાંજેક્શન માટે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ઉપલબ્ધ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube