નવી દિલ્હી: ચીની હેકર્સના નિશાના પર ભારતમાં કોરોના વાયરસના આંકડાને જાહેર કરનાર સરકારી વેબસાઇટ પણ આવી ગઇ છે. આ વેબસાઇટના વિશે ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને સચેત કર્યા છે. બેંકે કહ્યું કે આ વેબસાઇટના નામનો ઉપયોગ કરતાં હેકર્સ લિંક મોકલી શકે છે, જેના પર ક્લિક કર્યા બાદ ખાતું એક ઝટકામાં ખાલી થઇ શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર એસબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે લગભગ 20 લાખ ભારતીયોને ઇમેલ આઇડી સાઇબર અપરાધીઓને ચોરી કરી લીધી છે. હેકર્સ ઇ-મેલ આઇડી  ncov2019@gov.in વડે લોકોને ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવાના નામે તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. એસબીઆઇએ દેશના દિલ્હી, મુંબઇ, હૈદ્વાબાદ ચેન્નઇ અને અમદાવાદના લોકોને આ બનાવટી ઇ-મેલ વિશે  ખાસ સાવધાન રહેવા માટે કહ્યું છે. 



સીબીઆઇએ પણ કર્યું હતું એલર્ટ
સીબીઆઇએ ઇન્ટરપોલની સૂચનાના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો તથા કેન્દ્રીય એજન્સીઓને બેંકિંગ ટ્રોઝન સરબેરસ વિશે સર્તક કર્યા છે જે સ્માર્ટફોન વપરાશકર્તાને કોવિડ 19 સંબંધિત ખોટી લિંક ડાઉનલોડ કરવા માટે લલચાવે છે અને પછી મોબાઇલ ડેટા ચોરી કરે છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી. 


અધિકારીઓના અનુસાર સરબેરસ નામની બેકિંગ ટ્રોઝનના માધ્યમથી કોવિડ 19 મહામારીનો ફાયદો ઉઠાવી કોઇ વપરાશકર્તાને એવી લિંક ડાઉનલોડ કરવા માટે એસએમએસ મોકલે છે. જેમાં હેક કરનાર સોફ્ટવેર છે. ટ્રોઝન ડાઉનલોડ કરતાં આ ક્રેડિટ કાર્ડ નંબર જેવા નાણાકીય ડેટા ચોરી કરી શકે છે.