નવી દિલ્હીઃ ડેબિટ કે એટીએમ કાર્ડ (Debit or ATM Card)માંથી પૈસા કાઢવામાં વધી રહેલી છેતરપિંડી પર લગામ લગાવવા માટે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા  (State Bank of India)એ એક મોટો નિર્ણય લીધો છે. હવે તેના એટીએમ (SBI ATM)માંથી 10 હજાર કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર પણ ઓટીપી (OTP)ની જરૂર પડશે. અત્યાર સુધી રાત્રે 8 કલાકથી સવારે આઠ કલાક સુધી આટલી રકમ કાઢવા પર ઓટીપીની જરૂર પડતી હતી. આ વ્યવસ્થા આગામી 18 સપ્ટેમ્બર (ગુરૂવાર)થી દેશભરમાં લાગૂ થઈ રહી છે. આ સાથે બેન્કે પોતાના બધા ગ્રાહકોને મોબાઇલ નંબર (Update your Mobile number) કરાવવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટીએમની સુરક્ષા સિસ્ટમને મજબૂત કરવા માટે લીધો નિર્ણય
એસબીએઈ પાસેથી પ્રાપ્ત સૂચના અનુસાર બેન્કે પોતાના એટીએમની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આમ કર્યું છે. દેશની સૌથી મોટી લોન આપતી, ભારતીય સ્ટેટ બેન્કે 1 જાન્યુઆરી 2020થી એસબીઆઈ એટીએમના માધ્યમથી રાત્રે 8થી સવારે 8 કલાક વચ્ચે 10,000 રૂપિયા કે તેનાથી વધુ ઉપર  OTP આધારિત રોકડ ઉપાડની શરૂઆત કરી હતી. હવે દેશના બધા એસબીઆઈ એટીએમમાં ઓટીપી આધારિત એટીએમ ઉપાડની વ્યવસ્થા આખા દિવસ અને રાત માટે લાગૂ કરવામાં આવી છે. એટલે કે 24 કલાક તેની જરૂર પડશે. આ વ્યવસ્થા 18 સપ્ટેમ્બર 2020થી લાગૂ થશે. 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર પોતાના ડેબિટ કાર્ડ પિનની સાથે રજીસ્ટર મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી પણ દાખલ કરવો પડશે. 


HDFC Bank એ શરૂ કરી આ નવી સુવિધા, ઘરેબેઠાં ખુલી જશે એકાઉન્ટ, જાણો પ્રોસેસ


શું છે ઓટીપી
ઓટીપી હકીકતમાં એક સિસ્ટમ-જનરેટેડ ન્યૂમેરિક સ્ટ્રિંગ છે, જે યૂઝર માટે સિંગલ લેવડ-દેવડને પ્રમાણિત કરે છે. ગ્રાહક જ્યારે એટીએમના માધ્યમતી રકમ કાઢવા ઈચ્છશે તો એટીએમ સ્ક્રીન ઓટીપી માગશે. તે તેને રજીસ્ટર મોબાઇલ નંબર પર પ્રાપ્ત થશે, તે નંબર એટીએમમાં નાખવાનો રહેશે. જ્યારે સ્ક્રીન પર સાચો ઓટીપી આપવામાં આવશે, ત્યારે એટીએમ પિન લેવામાં આવશે. ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં ઉપલબ્ધ છે. એસબીઆઈનું કહેવું છે કે બીજી બેન્કોના એટીએમમાં આ કાર્યદક્ષતા નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ (NFS)માં વિકસિત કરવામાં આવી નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube