નવી દિલ્હીઃ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવી રહેલા ક્વાર્ટરલી પરિણામોની અસર તેના શેર પર પણ જોવા મળી રહી છે. સોમવારે એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસ (SBI Cards and Payments Services) ના શેરમાં 7 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર બીએસઈ પર 732.05 રૂપિયાના લેવલ સુધી નીચે પહોંચી ગયો હતો. આ આઈપીઓ પ્રાઇઝ 755 રૂપિયા પ્રતિ શેરથી પણ ઓછો છે. એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસેના શેરમાં ઘટાડાનું કારણ ક્વાર્ટરલી પરિણામોને માનવામાં આવી રહ્યું છે.
 
નેટ પ્રોફિટમાં વધારો
એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસના નેટ પ્રોફિટમાં વાર્ષિક આધાર પર 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો શુદ્ઠધ લાભ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 603 કરોડ રૂપિયા રહ્યો છે. જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 526 કરોડ રૂપિયા હતો. તો એસબીઆઈ કાર્ડ્સનું રેવેન્યૂ 22 ટકા વધી 4221 કરોડ રૂપિયા છે. પાછલા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 3453 કરોડ રૂપિયા હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ દિવાળી પહેલા સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ


એક્સપર્ટનો વિશ્વાસ યથાવત
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના રિપોર્ટ અનુસાર કંપની આવનારા સમયમાં સારૂ પ્રદર્શન કરી શકે છે. રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું કે કંપનીએ નવા કાર્ડ દ્વારા સારા ટ્રાન્જેક્શનને યથાવત રાખ્યું છે. મોતીલાલ ઓસવાલે એસબીઆઈ કાર્ડના શેરને 900 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપ્યું છે. 


(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube