Loan Offers ના નામે થઇ રહી છે છેતરપિંડી! SBI એ આપી ચેતાવણી, ભૂલથી પણ આ ભૂલ કરશો નહી
SBI એ ચેતાવણી આપી છે કે આ લોકો SBI નામે લોકોની સાથે ફ્રોડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. SBI એ સ્પષ્ટ કર્યું છે કે SBI Loan Finance Ltd. નામની સંસ્થા સાથે તેને કોઇ લેવાદેવા નથી.
નવી દિલ્હી: Beware SBI Customers: State Bank of India એ પોતાના કરોડ ગ્રાહકોને સમયાંતરે પર ઓનલાઇન ફ્રોડને લઇને સાવધાન કરે છે. આ વખતે SBI એ પોતાના ગ્રાહકોને Fake Loan કોલ્સને આગાહ કર્યા છે.
Loan Offers પર SBI એ જાહેર કરી ચેતાવણી
SBI એ એક tweet દ્વારા ગ્રાહકોને કહ્યું છે કે જો તમારી પાસે કોઇ SBI Loan Finance Ltd. અથવા એવી જ કોઇ અન્ય કંપનીને સંપર્ક કરે છે, તો તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે તેનું SBI સાથે કોઇ લેવાદેવા નથી. આ લોકો ખોટી લોન ઓફર્સ આપીને ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન કરી રહી છે.
કોરોનાનો ખાતમો કરવાના ખોટા દાવા કરનાર કંપનીને લીધી લપેટામાં, ફટકારી કારણદર્શક નોટીસ
SBI ના નામે ફ્રોડ કરવાનો પ્રયત્ન
SBI એ ચેતાવણી આપી છે કે આ લોકો SBI નામે લોકોની સાથે ફ્રોડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. SBI એ સ્પષ્ટ કર્યું છે કે SBI Loan Finance Ltd. નામની સંસ્થા સાથે તેને કોઇ લેવાદેવા નથી, અને જે પણ વ્યક્તિ એવી લોન ઓફર કરી રહ્યા છે, તે આમ કરવા માટે ઓથોરાઇઝ્ડ પણ છે.
રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ
લોન જોઇએ તો બ્રાંચ જાવ
SBI એ કહ્યું કે લોકો આ નામવાળી કંપનીએ કોઇપણ પ્રકારની પ્રોસેસિંગ ફી અથવા રજિસ્ટ્રેશન ફી ચુકવો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનું કહેવું છે કે જો કોઇ લોન લેવા ઇચ્છે છે તો તે પોતાની નજીકની SBI બ્રાંચમાં જાય, વચોટિયાને પ્રોત્સાહન આપવાથી બચે.
ફોનમાં સેવ ન કરો જાણકારીઓ: SBI
આ પહેલાં SBI એ વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તેણે પોતાના કસ્ટમર્સએ કહ્યું કે તમારે ક્યારે પોતાના એંક એકાઉન્ટ સાથે સંકળાયેલી જાણકારી મોબાઇલમાં સેવ કરીને રાખવી ન જોઇએ. SBI એ ચેતાવણી આપી છે કે જો તમારે તમરો બેંકિંગ PIN, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની જાણકારી અને પાસવર્ડ, CVV વગેરે મોબાઇલમાં સેવ કરીને રાખે છે જેથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકે તો આ તમારી મોટી ભૂઅલ છે, આમ ભૂલથી પણ ન કરો.
આ તમામ જાણકારીઓને પોતાના મોબાઇલમાંથી તાત્કાલિક ડિલીટ કરી દો. જો તમે આમ કરશો નહી તો ઓનલાઇન ફ્રોડની આશંકા વધી જશે. SBI એ કહ્યું કે ગ્રાહક આવી ભૂલ ન કરે, જેથી તેમનું બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય, ક્યારેય પણ પોતાના બેંક એકાઉન્ટ અને ઓનલાઇન બેંકીંગની જાણકારીને ફોનમાં સેવ કરીને ન રાખે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube