રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાઇકોર્ટની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. આવતીકાલે હાઇકોર્ટ વિગતવાર ઓર્ડર કરશે. હાઇકોર્ટે 26 એપ્રિલે કોરોનામાં થયેલી કામગીરીનું વિગતવાર સોગંધનામું રજૂ કરવાનો ઓર્ડર કર્યો છે.  
 
રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ

આશ્કા જાની, અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતીને લઇને સુઓમોટો અરજી પર આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગત સુનાવણીમાં સરકારને સોગંદનામુ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે સરકારે 82 પાનાનુ સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે. આ સોગંધનામાં સરકારે તમામ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ઇન્ડીયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે માસ લેવલે વેક્સિનેશન પ્લાનિંગ કરવું જોઇએ. રાજયકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણપણે બંધ કરવા જોઇએ. આ ઉપરાંત સરકારે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન લાવવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાઇકોર્ટની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. આવતીકાલે હાઇકોર્ટ વિગતવાર ઓર્ડર કરશે. હાઇકોર્ટે 26 એપ્રિલે કોરોનામાં થયેલી કામગીરીનું વિગતવાર સોગંધનામું રજૂ કરવાનો ઓર્ડર કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news