નવી દિલ્લીઃ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ કહ્યું કે 1 જુલાઇથી તે બેઝિક સેવિંગ એકાઉન્ટ માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ATM withdrawals ઉપરાંત ચેક બુક અને નોન ફાયનાન્શીયલ કામ પણ શામેલ છે. બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા વધારીને 4 વખત કરવામાં આવી છે. આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. આ પછી દરેક ઉપાડ પર 15 રૂપિયા લેવામાં આવશે. આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ ઉપાડ બંને પર લાગુ થશે. BSBD ખાતું ખોલતાં 10 ચેકબુક પેજ નિ: શુલ્ક આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી જમા કરવાની રહેશે. જોકે NEFT, IMPS અને RTGS ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ ફ્રી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Income Tax Return ભરવાની ડેડલાઇન વધી, રિટર્ન ભરતા પહેલા જાણો તમામ જરૂરી વાતો


ક્યાં પ્રકારનો ચાર્જ લેવાશેઃ
આ ખાતું BSBD – Basic Savings Bank Deposit તરીકે ઓળખાય છે. જો કોઈ ગ્રાહક નાણાકીય વર્ષમાં 10 નિઃશુલ્ક ચેક બુક ઉપરાંત 10 પાનાની ચેક બુક લે છે તો 40 રૂપિયા લેવામાં આવશે. 25 પૃષ્ઠ માટે 75 ચાર્જ લેવામાં આવશે. ઇમરજન્સી સેવા હેઠળ 10 પાના માટે 50 રૂપિયા લેવામાં આવશે. જીએસટીનો અલગથી સમાવેશ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શુલ્ક નથી. બેન્કે બીએસબીડી ખાતા સાથે RuPay કાર્ડ ઇસ્યુ કર્યું છે. આ કાર્ડ વિના મૂલ્યે આપશે.


Bank Alert! જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંક, જતા પહેલા ચેક કરી લો લિસ્ટ


બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ શું છે?
આ ખાતા KYC દ્વારા ખોલી શકાશે. આ RUPAY એટીએમ ડેબિટ કાર્ડ પણ મળશે, જેથી તમે કોઈપણ બેંકના એટીએમમાંથી નિ: શુલ્ક 4 રોકડ ઉપાડ કરી શકશો. આ બચત ખાતામાં વાર્ષિક 2.70 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube