મુંબઈ : બેંકોમાં એક કરન્ટ એકાઉન્ટ (Current Account) ખોલવાની સુવિધા હોય છે. આવા એકાઉન્ટ વેપારી કે બિઝનેસમેન ઓપન કરાવે છે કારણ કે એમાં રોજ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે. જો તમે આ સંજોગોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં કરન્ટ એકાઉન્ટ ખોલાવો તો એના અનેક ફાયદા મળે છે. એસબીઆઇની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે આ એકાઉન્ટ ખોલાવો તો પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવર પણ મળે છે. જોકે આ ઓપ્શનલ હોય છે અને એમાં તમારે કેવાયસી (KYC)ના નિયમો પાળવાના હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! જાન્યુઆરીમાં વધવાની છે ભયંકર મોંઘવારી


કરન્ટ એકાઉન્ટમાં મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ પહેલા વર્ષ માટે ફ્રી એટીએમ કાર્ડની સુવિધા મળે છે. આ સિવાય તમે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં પણ પૈસા ટ્રાન્સફર કરાવી શકો છો. આ સાથે જે એકાઉન્ટ સ્ટેટમેન્ટની તેમજ ઇમેઇલ પર સ્ટેટમેન્ટ મેળવવાની સુવિધા મળે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કરન્ટ એકાઉન્ટમાં રોજ 25000 રૂપિયા સુધી ફ્રી કેશ જમા કરાવી શકો છે. આ સિવાય મેક્સિમમ બેલેન્સ માટે પણ કોઈ સીમા નથી. 


પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અર્થવ્યવસ્થાને લઇને ચિંતાની જરૂર નથી'


એસબીઆઇના કરન્ટ એકાઉન્ટમાં વ્યક્તિએ દર મહિને મિનિમમ બેલેન્સ એટલે કે મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી હોય છે. પર્સનલ બેન્કિંગ (બ્રાન્ચ)માં 10000 રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે. જો તમારી બ્રાન્ચ નોન રૂરલ બ્રાન્ચ તો તમારે મંથલી એવરેજ બેલેન્સ 5000 રૂપિયા રાખવાનું હોય છે અને જો આ બ્રાન્ચ રૂરલ હોય તો મંથલી એવરેજ બેલેન્સ 2500 રૂપિયા રાખવું જરૂરી છે. આ એકાઉન્ટ એકલા કે જોઇન્ટમાં ખોલાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube