સાવધાન! જાન્યુઆરીમાં વધવાની છે ભયંકર મોંઘવારી
આવતા વર્ષની શરૂઆતથી સામાન્ય લોકો પર મોંઘવારી (Inflation)નો જબરદસ્ત માર પડવાનો છે. રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં કંપની વધારો કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી : આવતા વર્ષની શરૂઆતથી સામાન્ય લોકો પર મોંઘવારી (Inflation)નો જબરદસ્ત માર પડવાનો છે. રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં કંપની વધારો કરી રહી છે. આના કારણે લોકોના માસિક બજેટ પર અસર પડશે. હાલમાં બટેટાં, લસણ અને ડુંગળીની કિંમતમાં પછી ખાદ્ય તેલ, લોટ અને ખાંડની કિંમતમાં 12થી 20 ટકાનો વધારો થઈ ગયો છે. આ સિવાય ફ્રિઝ અને ટીવીની કિંમતમાં પણ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં વધારો થઈ શકે છે.
આ સંજોગોમાં નેસલે (Nestle), પારલે (Parle) અને આઇટીસી (ITC) કંપનીએ કહ્યું છે કે તેમણે કિંમતમાં વધારો કરવાને બદલે ઉત્પાદનોની સાઇઝ ઘટાડવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જો કંપની ઉત્પાદનોની સાઇઝ ન ઘટાડે તો પછી કિંમતમાં વધારો કરવો પડે એમ છે. આઇટીસીએ કહ્યું છે કે ઉત્પાદન તૈયાર કરવા માટે કાચા માલની કિંમતમાં વધારો થયો હોવાના કારણે તેમના માટે પણ કિંમતમાં વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જાન્યુઆરીથી બિસ્કિટ, નુડલ્સ, સ્નેક નમકીન, ફ્રોઝન ફુડ, કેક, સાબુ તેમજ રેડી ટુ ઇટ મિલની કિંમતમાં વધારો થશે. ે
કંપનીઓનું કહેવું છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી લાભ મળ્યો છે જેના કારણે હાલમાં કિંમતમાં વધારો નથી કરવામાં આવ્યો. Consumer Electronics Industryનું કહેવું છે કે ગ્લોબલ સ્તર પર ટેલિવિઝનની કિંમતમાં 15થી 17 ટકાનો વધારો નોંધાયો છે જેના પગલે જાન્યુઆરીમાં નવું પ્રોડક્શન આવશે તો કિંમતમાં વધારો થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે