નવી દિલ્હી: જો તમારા ખાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)માં છે તો સાવધાન થઇ જાવ. SBI એ પોતાના ગ્રાહકોને એક સંભવિત ખતરાની સૂચના આપી છે કે જો તમે ધ્યાન ન આપ્યું તો તમારા ખાતામાંથી બધા પૈસા ગાયબ થઇ શકે છે. તેના માટે તમારે એલર્ટ રહેવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI ખાતાધારકો માટે વધી ગયો છે સાઇબર ક્રાઇમનો ખતરો
એસબીઆઇ પોતાના ઘાતાધારકોને ઓનલાઇન ફ્રોડ (Cybercrime)થી બચવા માટે એક તાજો વીડિયો શેર કર્યો છે. બેંકનું કહેવું છે કે જો તેમાંથી કોઇ પણ વસ્તુ તમારી સામે આવે છે તો બેંક ફ્રોડ (Bank Fraud)નો ખતરો થઇ શકે છે. 
- કોઇપણ ફોન કોલ, ઇમેલ અથવા ટેક્સ્ટ મેસેજથી તાત્કાલિક પેમેન્ટ કરવાની વાત પર ધ્યાન ન આપો. 
- એવા કોઇ બેંક સ્ટેટમેન્ટ પર ધ્યાન ન આપો જે તમે કર્યું નથી.
- બેંક ખાતા અને પોતાની અંગત જાણકારી શેર ન કરો. 


એસબીઆઇએ સલાહ આપી છે કે જો તમારી સાથે ઓનલાઇન ફ્રોડ (Online Fraud) થઇ જાય છે તો તેની સૂચના તાત્કાલિક નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cyber Crime Reporting Portal) અથવા નજીક પોલીસ સ્ટેશનને આપો.


નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ
નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ ઓનલાઇન ફ્રોડને રોકવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જો કોઇ તમારી સાથે કોઇ ઓનલાઇન છેતરપિંડી છેતરપિંડી થઇ છે તો તેની જાણકારી તમે આ પોર્ટલ દ્વારા શેર કરી શકો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube