અમદાવાદ :અનેકવાર એવું થાય છે કે, તમને કોઈ વ્યક્તિ એમના નામનો ચેક આપે છે, અને કોઈ કારણોસર એ ચેક બાઉન્સ (Check Bounce) થઈ જાય છે. ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં મોટાભાગની બેંકો પોતાના ગ્રાહક પાસેથી ચેક બાઉન્સ ચાર્જ વસૂલે છે. આ ચાર્જ બેંકો અનુસાર અલગ અલગ હોય છે. ભારતીય સ્ટેટ બેંક (SBI), ICICIC બેંક અને HDFC બેંકના ચેક બાઉન્સ ચાર્જ અનેક બાબતો પર નિર્ભર કરે છે. તેમાં ચેક બાઉન્સ થવાને કારણે અને પ્રકૃતિ સામેલ છે. SBI, ICICIC અને HDFC બેંકના ચેક બાઉન્સ ચાર્જ પર જીએસટી (GST) પણ લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા ખાતામાં અપૂરતુ ફંડ અથવા સહી મેચ ન થવાને કારણે ચેક બાઉન્સ થાય છે, તો ડિફોલ્ટર અને પ્રાપ્તકર્તા બંને પાસેથી તેમની બેંક ચાર્જ લેશે. જોકે, બાઉન્સ ચેક ફરીથી જમા કરવામાં આવી શકે છે.


Pics : 35 વર્ષ પહેલા ભારતમાંથી દત્તક લેવાયેલી મહિલાએ લીધો મોટો નિર્ણય, ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકીને આપ્યો પરિવારપ્રેમ


SBI માં ચેક બાઉન્સ ચાર્જ
મોટાભાગે એસબીઆઈમાં બાઉન્સ ચાર્જ ICICI બેંક અને HDFC બેંકની સરખામણીમાં ઓછો છે. એસબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, જો એસબીઆઈની બ્રાન્ચમાં કોઈ ચેક જમા કરાવ્યો છે અન તેને રજૂ કરનાર બેંકે વગર ચૂકવ્યે તેને પરત કર્યો છે તો 1 લાખ રૂપિયા સુધીના ચેક પર 150 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે. એક લાખ રૂપિયાથી વધુ રકમના ચેક પર 250 રૂપિયા ચાર્જ લાગશે. આ પર જીએસટી અલગથી આપવો પડશે. જો અપર્યાપ્ત ફંડને પગલે ચેક બાઉન્સ થયો છે કે, 500 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો કોઈ અન્ય ટેકનિકલ કારણોથી ચેક બાઉન્સ થયો છે તો ચાર્જ 150 રૂપિયા લાગશે.   


એકાએક પલટાયુ વાતાવરણ, કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી


HDFC બેંકમાં ચેક બાઉન્સ ચાર્જ
એચડીએફસી બેંકમાં અપૂરતા ફંડને કારણે એક ત્રિમાસિકમાં પહેલીવાર ચેક પરત થવા પર 350 રૂપિયા અને તેના બાદ 750 રૂપિયા ચાર્જ લાગે છે. ટેકનિકલ કારણોથી ચેક બાઉન્સ થવા પર 50 રૂપિયા ચાર્જ આપવો  પડશે.


ICICI બેંકમાં ચેક બાઉન્સ ચાર્જ
આઈસીઆઈસીઆઈ બેંકમાં લોકલ ચેક ડિપોઝીટની સ્થિતિમાં ફાઈનાન્શિયલ કારણોથી ચેક બાઉન્સ થવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે. બિન-ફાઈનાન્શિયલ કારણોથી મહિનામાં પહેલીવાર ચેક રિટર્ન થવા પર 350 રૂપિયા અને તેના બાદ 750 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આઉટ સ્ટેશન ચેક બાઉન્સ થવા પર 150 રૂપિયા વધુ ચૂકવવા પડશે.  


ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube