SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
FD Returns: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) તેમના સામાન્ય ગ્રાહકોને 3% થી 7.10% સુધી જ્યારે તેમના સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.60% સુધી વ્યાજ આપી રહી છે.
FD Returns: ભારતીય ગ્રાહકો માટે તેમની બચતને સુરક્ષિત રોકાણ કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સૌથી સારા ઓપ્શનમાંથી એક છે. એફડીમાં રોકાણ કરવા પર ગ્રાહકોને એક ચોક્કસ સમયગાળા બાદ ખાતરીપૂર્વકની આવક મળે છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં FD કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ETમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર SBI, HDFC અને RBL જેવી દેશની સૌથી મોટી બેન્કો FD પર તેમના ગ્રાહકોને મહત્તમ 8.30% સુધીનું વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ આવી 10 મોટી બેન્કોના FD દરો વિશે.
SBI આપી રહી છે બમ્પર વ્યાજ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેમના સામાન્ય ગ્રાહકોને 3% થી 7.10% સુધી જ્યારે તેમના સીનિયર સિટીઝન ગ્રાહકોને ગ્રાહકોને 3.50% થી 7.60% સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે HDFC બેન્ક તેમના સામાન્ય ગ્રાહકોને 3% થી 7.25% સુધી અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.75% સુધી વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત ICICI બેન્ક તેના સામાન્ય ગ્રાહકોને 3% થી 7.10% સુધી જ્યારે સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.60% સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે IDBI બેન્ક તેના સામાન્ય ગ્રાહકોને 3% થી 6.75% સુધી અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.25% સુધી વ્યાજ આપી રહી છે.
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર,ઈજા બાદ આ બેટ્સમેનની વાપસી
અહીં મળી રહ્યું છે 8.30% સુધીનું વ્યાજ
બીજી તરફ કોટક મહિન્દ્રા બેન્ક તેમના સામાન્ય ગ્રાહકોને 2.75% થી 7.20% વ્યાજ અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.25% થી 7.70% વ્યાજ આપી રહી છે. જ્યારે RBL બેન્ક તેમના સામાન્ય ગ્રાહકોને 3.50% થી 7.80% અને તેમના સીનિયર સિટીઝન ગ્રાહકોને 4% થી 8.30% વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેનક તેમના સામાન્ય ગ્રાહકોને 3.50% થી 7.25% અને તેના સીનિયર સિટીઝન ગ્રાહકોને 4% થી 7.75% સુધી વ્યાજ આપી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના બદલાઈ ગયા છે ભાવ, પૂરાવતાં પહેલાં ચેક કરજો ક્યાં મળશે સૌથી સસ્તું
એક્સિસ બેન્ક આપી રહી છે 7.85 ટકા સુધીનું વ્યાજ
કેનરા બેન્ક પોતાના સામાન્ય ગ્રાહકોને 4%થી 7.25% જ્યારે તેમના સીનિયર સિટીઝન ગ્રાહકોને 4%થી 7.75% સુધી વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત એક્સિસ બેન્ક તેમના સામાન્ય ગ્રાહકોને 3.50% થી 7.10% જ્યારે સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.85% સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે બેન્ક ઓફ બરોડા તેમના સામાન્ય ગ્રાહકોને 3% થી 7.05% અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 3.50% થી 7.55% સુધી વ્યાજ આપી રહી છે.