મોટા સમાચાર! ATM માંથી કેસ ઉપાડવાના બદલાયા નિયમ, જાણી નહીં તો અટકાઈ જશે પૈસા
SBI New Rule: હવે એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયા છે. રોકડ ઉપાડવા માટે, ગ્રાહકોના મોબાઇલ ફોન પર એક OTP આવશે, કેશ દાખલ કર્યા પછી જ ATM માંથી ઉપાડી શકાશે.
નવી દિલ્હી: SBI New Rule: બેંક ગ્રાહકો માટે કામના સમાચાર છે. એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. SBI એ ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી પહેલ કરી છે. હવે તમારે SBI ATM માંથી રોકડ ઉપાડવા માટે OTP દાખલ કરવાની જરૂર પડશે. આ નવા નિયમમાં ગ્રાહકો OTP વગર રોકડ ઉપાડી શકશે નહીં. રોકડ ઉપાડના સમયે, ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન પર એક OTP મળશે, જે દાખલ કર્યા પછી જ ATM માંથી રોકડ ઉપાડી શકાશે.
બેંકે ટ્વીટ કરીને આપી માહિતી
બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું હતું કે, 'SBI ATM પરના વ્યવહારો માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ સામે રસીકરણ છે. છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. SBI ના ગ્રાહકોએ OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની જાણ હોવી જોઈએ.
Taarak Mehta શો અપડેટ: બબીતા સાથે અફેરના સમાચાર બાદ ટપ્પૂએ લીધો આ મોટો નિર્ણય?
જાણો શું છે નિયમ?
તમને જણાવી દઈએ કે આ નિયમો 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર લાગુ થશે. SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર મોકલવામાં આવેલા એક OTP અને તેમના ડેબિટ કાર્ડ પિનની સાથે દરવખતે તેમના ATM માંથી રૂ. 10,000 અને તેથી વધુ ઉપાડવાની મંજૂરી આપશે.
આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય
અહીં જાણો પ્રક્રિયા
- SBI ATM માંથી રોકડ ઉપાડવા માટે તમારે OTP ની જરૂર પડશે.
- આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
- આ OTP ચાર અંકનો નંબર હશે જે ગ્રાહકને એક જ વ્યવહાર માટે મળશે.
- એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.
- તમારે રોકડ ઉપાડ માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.
કોઈ જ કંપની નથી આપી રહી એવો પ્લાન Jio આપી રહ્યું છે, લોન્ચ કર્યો ભારતનો સૌથી સસ્તો પ્લાન
બેંકે જણાવ્યું કે શા માટે તેની જરૂરીયાત
ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 91 મિલિયન અને 20 મિલિયન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube