તહેવારની સીઝનમાં SBI ના ગ્રાહકોને ભેટ, લોન્ચ કર્યું EMI ડેબિટ કાર્ડ
તમને જણાવી દઇએ કે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એટલે કે એસબીઆઇ દ્વારા આજથી સર્વિસ ચાર્જ ઉપરાંત મંથલી એવરેજ બેલેન્સ (MAB) મેન્ટેન નહી કરતાં લાગનાર પેનલ્ટીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: એસબીઆઇ (State Bank of India)એ રિટેલ સ્ટોરમાં જોવા મળી રહેલા ફૂટફોલને જોતાં મોટું પગલું ભર્યું છે. બેંકે મહાનવમી (Mahanavami) ના અવસર પર પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. હવે એસબીઆઇના ગ્રાહકો માટે શોપિંગ કરવી વધુ સરળ બનશે. કારણ કે બેંક હવે પોતાના ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ (EMI)નું ઓપ્શન લઇને આવી છે. એસબીઆઇના 30 કરોડ ડેબિટ કાર્ડ યૂઝર છે જેમાંથી 45 લાખ યૂઝર તેનો ફાયદો ઉઠાવી શકે છે.
માત્ર 6 સ્ટેપમાં જાણો કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો ફાયદો
બેંક પોતાની ઓફર સાથે ગ્રાહકોને 6 થી 18 મહિનાના ઇએમઆઇનો ઓપ્શન આપી રહી છે તે પણ જીરો ડોક્યૂમેન્ટ પર.
તમને જણાવી દઇએ કે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એટલે કે એસબીઆઇ દ્વારા આજથી સર્વિસ ચાર્જ ઉપરાંત મંથલી એવરેજ બેલેન્સ (MAB) મેન્ટેન નહી કરતાં લાગનાર પેનલ્ટીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પણ બેંકે ઘણા ફેરફાર કર્યા છે, જે આજથી લાગૂ થઇ જશે. ઓનલાઇન ટ્રાંજેક્શન કરનારાઓ માટે NEFT અને RTGS ટ્રાંજેક્શન પણ સસ્તું થઇ જશે.
મિનિમમ બેલેન્સમાં મળી રાહત
અત્યારે તમારું ખાતું જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાંચમાં છે તો 30 સપ્ટેમ્બર સુધી તમારા ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ (AMB) ક્રમશ: 5,000 રૂપિયા અને 3,000 રૂપિયા રાખવાનું હોય છે. પરંતુ 1 ઓક્ટોબરથી મેટ્રો સિટીની બ્રાંચ શહેરી વિસ્તારની બ્રાંચ બંનેમાં જ એએમબી ઘટીને 3000 રૂપિયા રહી ગયું છે.