નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI)એ તેમના કરોડો ગ્રાહકો માટે વધુ એક સર્વિસની શરૂઆત કરી છે. આ સુવિધાના ફાયદો કોઇ પણ ગ્રાહક ઉઠાવી શકે છે. નવી સુવિધા અંતર્ગત SBI ખાતેદારને ડેબિટ કાર્ટથી શોપિંગ કરવા પર પણ EMIની સુવિધા મળશે. તેના માટે ગ્રાહકને POS મશીનથી સ્વાઇપ કરવાનું રહેશે. એટલે કે, જો તમે ખરીદી કર્યા બાદ તેનું પેમેન્ટ કાર્ટ સ્વાઇપ કરી કરો છો તો તમારા બિલને EMIમાં કન્વર્ટ કરવાની સુવિધા મળશે. SBIના ટ્વિટ અનુસાર POS મશીનનો ઉપયોગ 40 હજારથી વધારે વ્યાપારી કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, SBI ગ્રાહકોને POS મશીનથી સ્વાઇપ કરવાની સુવિધા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે


કોઇ ચાર્જ નથી
એસબીઆઇ (SBI)ની તરફથી ટ્વિટ કરી જણાવવામાં આવ્યું કે શોપિંગના બિલને EMIમાં કન્વર્ટ કરવા માટે કોઇ ચાર્જ આપવો પડશે નહીં. એટલે કે બેંક તેમારી પાસેથી ના તો કોઇ પ્રોસેસિંગ ફી લેશે અને ના કોઇ ડોક્યૂમેન્ટ વેરીફાઇ કરવાના રહેશે.


આ પણ વાંચો:- ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?


કેટલા દિવસની EMI
શોપિંગ બિલના EMIમાં કન્વર્ટ કર્યા બાદ ગ્રાહકને 6થી 18 મહિનામાં તેનું પેમેન્ટ કરવાનું રહેશે. બેંકની તરફથી ફ્રિઝ અને TV વગેરે ખરીદવા માટે પણ લોન આપવામાં આવશે.


2018 અમૃતસર ટ્રેન દુર્ઘટનાના પીડિતોનું વિરોધ પ્રદર્શન, 'એક વર્ષ છતાં ન્યાયથી વંચિત'


કેવી રીતે મળશે લોન
જે ગ્રાહકોનો લોન ટ્રેક સારો છે તેમને જ બેંક સરળતાથી ગ્રાહકોને લોન આપશે. તમે તમારા ક્રેડિટ સ્કોર સાથે પણ ચકાસી શકો છો કે તમને લોન મળશે કે નહીં.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...