નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંકના આર્થિક સંકટ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. એસબીઆઇના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું કે યસ બેંકની સમસ્યા ફક્ત તેની પોતાની સમસ્યા છે. તે સમગ્ર બેંકિંગ સિસ્ટમની સમસ્યા નથી. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સાથે બેઠક યોજ્યા બાદ રજનીશકુમારે જણાવ્યું કે યસ બેંક માટે પુનર્ગઠન યોજના બહુ જલ્દી જ લાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે યસ બેંકના મુદ્દાનું સમાધાન બહુ જલ્દી જ થઇ જશે. યસ બેંકમાં એસબીઆઇની ભાગીદારી ખરીદવા મુદ્દે તેમણે જણાવ્યું કે બેંકને આ પ્રક્રિયા માટેની સૈદ્ધાંતિક મંજૂરી પહેલા જ મળી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યસ બેંકને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટેના રિ-સ્ટ્રક્ચર પ્લાનની જાહેરાત કરી છે. આરબીઆઇના જણાવ્યા મુજબ 30 દિવસમાં રિ-સ્ટ્રક્ચરિંગ પ્લાન લાવવામાં આવશે. જે મુજબ રોકાણકાર બેંક આગામી 3 વર્ષ માટે 49 ટકા હિસ્સો લઇ શકે છે. જ્યારે કે તે પોતાની ભાગીદારી 26 ટકાથી ઓછી નહીં કરી શકે. સરકાર તરફથી અપાયેલી જાણકારી મુજબ એસબીઆઇએ યસ બેંકમાં ભાગીદારી ખરીદવામાં રસ દર્શાવ્યો છે. હાલમાં આ પ્લાનને ભલામણ માટે એસબીઆઇ તેમજ યસ બેંકને મોકલવામાં આવ્યા છે.


Yes Bank ડૂબવાની દર્દભરી કહાણી, સાંભળો શેર બજારની જુબાની


નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રોકડની કટોકટીથી ઝઝૂમી રહેલા ખાનગી ક્ષેત્રની યશ બેન્કના ડિરેક્ટર મંડળને ભંગ કરવા પ્રશાસકની નિમણૂંક કરી દીધી છે. આ સાથે રિઝર્વ બેન્કે ગુરૂવારે બેન્કના ખાતાઘારકોના ઉપાડની મર્યાદા સહિત બેન્કના કારોબાર પર અનેક પ્રતિબંધો લગાવી દીધી છે. કેન્દ્રીય બેન્કે આગામી આદેશ સુધી બેન્કના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube