શું તમે જાણો છો SBI ની આ EMI સુવિધા વિશે? મળે આટલા બધા ફાયદા
તમે આ સુવિધ માટે યોગ્ય છો કે નહી, તેની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ મંબર પરથી 567676 પર SMS કરવો પડશે જેમાં તમારે DCEMI લખીને મોકલવાનું રહેશે.
નવી દિલ્હી: જો તમે શોપિંગ કરવા માંગો છો પરંતુ બેલેન્સ ન હોવાથી તમે ખરીદી કરી રહ્યા નથી તો SBI નું ડેબિટ કાર્ડ તમને મદદગાર સાબિત થઇ શકે છે. તમે તમારા ડેબિટ કાર્ડ પર EMI ની સુવિધા પ્રાપ્ત કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર EMI ની સુવિધા આપી રહ્યું છે.
બેંકની આ સુવિધા હેઠળ ગ્રાહકોને ઘણીવાર મોંઘા સામાનની ખરીદી માટે એકસાથે પુરા પૈસા હોતા અંથી. ગ્રાહકો દર મહિને હપ્તે ચૂકવીને પ્રોડક્ટ ખરીદી શકે છે. જાણકારી અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ખાતાધારકોને આપવામાં આવનાર ડેબિટ કાર્ડમાં પ્રી એપ્રૂવ્ડ (Pre approved) ની સુવિધા આપી રહ્યું છે. તમને આ સુવિધા મળી રહી છે કે નહી, તેની જાણકારી બેંક પાસેથી લઇ શકાય છે.
વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ, જાણો શું છે ભાવ
આ રીતે તપાસ કરો
તમે આ સુવિધ માટે યોગ્ય છો કે નહી, તેની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ મંબર પરથી 567676 પર SMS કરવો પડશે જેમાં તમારે DCEMI લખીને મોકલવાનું રહેશે.
પુરુષોની સ્કીન માટે આ ખાસ ટિપ્સ, ગરમીમાં સ્કીન માટે અપનાવો આ ઉપાય
તાત્કાલિક મળી જશે આટલી લોન
SBI ડેબિટ કાર્ડ પર EMI દ્વારા તમે 1 લાખ રૂપિયા સુધી ખરીદી કરી શકો છો. તેમાં તમને 6 મહિના, 9, 12 અને 18 મહિનામાં હપ્તા ચૂકવવાની સુવિધા મળે છે. તેની એક મોટી ખાસિયત એ પણ છે કે તમારે તેના પર કોઇ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે નહી. સાથે જ તમારું સેવિંગ એકાઉન્ટ બેલેન્સ પણ બ્લોક નહી થાય એટલે કે તમારે તમારા ખાતાની રકમનો આરામથી ઉપયોગ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube