નવી દિલ્હી: SBI Service Charge: IIT-Bombay ના એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અન્ય બીજી બેન્કોએ ગરીબ લોકો પાસેથી ઝીરો બેલેન્સ એકાઉન્ટ કે બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ્સ (BSBD) ની કેટલીક સેવાઓ પર મનફાવે તેમ ચાર્જ વસૂલ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI એ ગરીબ ખાતાધારકો પાસેથી વસૂલ્યા 300 કરોડ રૂપિયા
IIT-Bombay ના સ્ટડીમાં કહેવાયું છે કે SBI એ એવા ગરીબ ખાતાધારકોના ચાર બાદ દરેક લેવડ દેવડ પર 17.70 રૂપિયા ચાર્જ વસૂલ્યો છે. જે બિલકુલ અયોગ્ય છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે વર્ષ 2015-20 દરમિયાન એસબીઆઈએ 12 કરોડ બેસિક સેવિંગ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર્સ પર સર્વિસ ચાર્જ લગાવીને 300 કરોડ રૂપિયા કરતા વધુ પૈસા ભેગા કર્યા છે. SBI ઉપરાંત બીજું નામ પંજાબ નેશનલ બેન્કનું પણ છે. જેમાં આવા ખાતાધારકોની સંખ્યા 3.9 કરોડ છે. PNB એ આ સમયગાળા દરમિયાન આ ખાતાધારકો પાસેથી 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા છે. 


RBI ના નિયમોનો સુનિયોજિત રીતે ભંગ
IIT-Bombay ના સ્ટડીમાં એ વાતનો પણ દાવો કરાયો છે કે કેટલીક બેન્કો તરફથી રિઝર્વ બેન્કના નિયમોનું સિસ્ટમેટિક રીતે ભંગ કરાઈ રહ્યો છે. સ્ટડી કરનારા IIT-Bombay ના પ્રોફેસર આશીષ દાસે કહ્યું કે ડિજિટલ ચૂકવણી સહિત એક મહિનામાં ચારવારથી વધુ પ્રત્યેક ઉપાડ પર 17.70 રૂપિયાનો દંડ વસૂલવો એ રિઝર્વ બેન્કના નિયમનો સુનિયોજિત રીતે ભંગ છે. અત્રે જણાવવાનું કે ગરીબોના ઝીરો બેલેન્સવાળા સૌથી વધુ ખાતા SBI પાસે જ છે. 


વર્ષ 2019-20માં વસૂલ્યા 158 કરોડ
પ્રોફેસર આશીષ દાસનું કહેવું છે કે આ સર્વિસ ચાર્જ દ્વારા SBI એ  લગભગ 12 કરોડ BSBD એકાઉન્ટ હોલ્ડર્સ પાસેથી 300 કરોડ રૂપિયા વસૂલ્યા છે. જેમાંથી 72 કરોડ રૂપિયા તો 2018-19માં જ વસૂલી લેવાયા હતા. ત્યારબાદ 2019-20માં 158 કરોડ રૂપિયા ચાર્જ તરીકે વસૂલવામાં આવ્યા. 


શું કહે છે RBI ની ગાઈડલાઈન
RBI એ 2013માં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આવા ખાતાધારકોને એક મહિનામાં ચારવારથી વધુના ઉપાડની મંજૂરી રહેશે. બેન્ક એવા લેવડદેવડ પર કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. બેઝિક ખાતાને પરિભાષિત કરતા સ્પષ્ટ વાત કરાઈ હતી કે અનિવાર્ય મફત બેન્કિંગ સેવા ઉપરાંત જ્યાં સુધી આ ખાતું BSBD છે, બેન્ક પોતાની મરજીથી કોઈ વેલ્યુ એડેડ સર્વિસિઝ માટે કોઈ ચાર્જ લગાવી શકશે નહીં. રિઝર્વ બેન્ક એક મહિનામાં ચારથી વધુ વીથડ્રોઅલને વેલ્યુ એડેડ સર્વિસિસ માને છે. 


ડિજિટલ લેવડદેવડ ઉપર પણ મોટો ચાર્જ વસૂલ્યો
IIT બોમ્બેના રિપોર્ટમાં કહેવાયું છે કે એસબીઆઈએ પ્રધાનમંત્રી જનધન યોજનાની પણ ઉપેક્ષા કરતા BSBD ખાતાધારકો પાસેથી રોજબરોજના કેશલેસ ડિજિટલ લેવડદેવડની સેવા ઉપર પણ મસમોટો ચાર્જ વસૂલ્યો. તેમણે કહ્યું કે  દેશમાં જ્યાં ડિજિટલ લેવડદેવડને જોરશોરથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યાં SBI આવા લોકો પાસેથી ચાર્જ વસૂલીને તેમને નિરુત્સાહી કરી રહી છે. 


Corona Update: દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ, એક જ દિવસમાં 1.68 લાખથી વધુ કેસ, મોતનો આંકડો પણ ચિંતાજનક


Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube