Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોવિડ-19ના નવા સ્ટ્રેનનો પ્રભાવ શું તમારા બાળકો માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે? લગભગ સવા વર્ષ દરમિાયન બાળકોને કોરોના વાયરસ વધુ સંક્રમિત કરી શક્યો નહીં. પરંતુ આ વખતે કોરોનાનો હુમલો ગત વખતની સરખામણીએ વધુ ભયાનક છે. આવામાં બાળકોને લઈને ખુબ સાવધાની વર્તવી પડશે. 

બાળકો માટે વધુ સાવધાની વર્તવી પડશે

1/7
image

વૈશ્વિક મહામારી કોવિડ-19ના નવા સ્ટ્રેનનો પ્રભાવ શું તમારા બાળકો માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે? લગભગ સવા વર્ષ દરમિાયન બાળકોને કોરોના વાયરસ વધુ સંક્રમિત કરી શક્યો નહીં. પરંતુ આ વખતે કોરોનાનો હુમલો ગત વખતની સરખામણીએ વધુ ભયાનક છે. આવામાં બાળકોને લઈને ખુબ સાવધાની વર્તવી પડશે. 

બાળકો માટે ખતરનાક છે નવો સ્ટ્રેન

2/7
image

કોરોના પર વૈજ્ઞાનિક અભ્યાસો પરથી એ જાણકારી સામે આવી છે કે વયસ્કની સરખામણીએ બાળકોની કોશિકાઓમાં જે રિસેપ્ટર હોય છે, કોરના તેને સરળતાથી કેચ નથી કરી શકતો. જો કે હવે કોરોનાના નવા સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે અને વાયરસના નવા વેરિએન્ટ્સ સામે આવ્યા છે. અત્રે જણાવવાનું કે B.1.1.7 વેરિએન્ટ અંગે એવું કહેવાય રહ્યું છે કે તે ઝડપથી અને સરળતાથી ફેલાઈ રહ્યો છે. પરિણામ એ જોવા મળી રહ્યું છે કે હવે બાળકો પણ તેની ઝપેટમાં આવવા માંડ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલ (Dr. KK Aggarwal) એ આ મુદ્દે ઝી હિન્દુસ્તાન સાથે ખાસ વાતચીતમાં કેટલીક મહત્વની જાણકારીઓ શેર કરી. 

મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી ડિસિસની આશંકા

3/7
image

Dr. KK Aggarwal એ કહ્યું કે 'બાળકો માટે હાલ કોઈ રસી બની નથી અને ભવિષ્યમાં જલદી જે પણ આવી રહી છે તે પણ 12 વર્ષથી ઉપરના બાળકો માટે આવશે. રેર કેસમાં જો તાવ વધારે હોય તો એવા બાળકો કે જેમને પહેલા કોરોના થઈ ચૂક્યો છે અને બીજીવાર થઈ રહ્યો છે તેમને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી ડિસિસ થઈ શકે છે. પરંતુ તેના ચાન્સ ખુબ ઓછા છે.'

બાળકો માટે થોડી પણ બેદરકારી મુસીબતનું કારણ બની શકે

4/7
image

તેમણે એ પણ જણાવ્યું કે વાયરસમાં કોવિડમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાને બાળકોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, તેની ઉપરના તમામે એ બધી જ સાવધાની વર્તવાની છે જે વયસ્કે વર્તવાની છે  અને એ બહુ ઓછું જોવા મળ્યું છે કે બાળકોમાં ન્યુમોનિયા કે કોરોનાના લક્ષણો હોય અને જો દેખાય તો આશંકા છે કે તે મોટા લોકોમાંથી જ ફેલાયો હશે. નિશ્ચિત પણે બાળકોને લઈને થોડી પણ બેદરકારી મુસીબતનું કારણ બની શકે છે. જો તમને કોઈ પણ એવા લક્ષણ તમારા બાળકોમાં જોવા મળે તો સૌથી પહેલા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવો.   

બાળકોમાં લક્ષણો

5/7
image

(1). તાવ આવવો. (2) ત્વચા પર ચકામા (3) આંખો લાલ થઈ જવી (4) શરીર અને સાંધામાં દુખાવો (5) ઉલ્ટી જેવું થવું, પેટમાં વળ ચડવી કે એવી કોઈ સમસ્યા (6) હોઠ ફાટેલા હોય, ચહેરા અને હોઠ નીલા પડવા (7) થાક સુસ્તી અને વધુ ઊંઘ આવવી.  કોરોનાના લક્ષણ નાના  બાળકોમાં પણ જોવા મળી શકે છે. તેમાં એવા બાળકો પણ સામેલ હોય છે જે નવજાત હોય, એક વર્ષથી નાના હોય. તેમનામાં પણ ઉપર જણાવેલા લક્ષણો જોવા મળી શકે છે. આ સાથે હોઠ કે ત્વચામાં સોજો આવી શકે છે. છાલા પડી શકે છે કે પછી માંસપેશીમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. 

બીજો સ્ટ્રેન બાળકો માટે ખતરનાક

6/7
image

Dr. KK Aggarwal એ ઝી હિન્દુસ્તાનને જણાવ્યું કે બેંગલુરુમાં કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે બીજો સ્ટ્રેન બાળકો માટે જોખમી છે અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાનો બીજો સ્ટ્રેન મળી આવ્યો છે. આ એટલા માટે ખતરનાક છે કારણ કે મોટાને રસી લાગ્યા બાદ વાયરસ મ્યૂટેટ કરી રહ્યો છે જે સીધો બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. બાળકો માટે રસી બની નથી, તો વાયરસ તેમની તરફ મ્યૂટેટ કરશે. 

બાળકોમાં કોરોના ફેલાવવાનું કારણ

7/7
image

બાળકોમાં કોરોના ફેલાવવાનું એક મોટું કારણ એ પણ છે કે જે બાળકો ગત વર્ષ કોરોનાકાળમાં શાળાઓ બંધ હતી અને ઘરોમાં રહેતા હતા તેઓ હવે રમવા માટે પ્લે એરિયામાં નીકળવા લાગ્યા છે. હાઈજીન અને માસ્કને લઈને પણ બાળકોમાં બેદરકારી જોવા મળતી હોય છે જ બાળકોના વધુ સંક્રમિત થવાનું એક કારણ પણ છે. આવામાં બેદરકારી પર કાબૂ મેળવીને કોરોનાને કાબૂમાં કરી શકાય છે.