નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયલ કૈડર ઓફિસરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.  આ નોકરી કોન્ટ્રાક્ટ અને રેગુલર બેસિસ પર છે. SBI ને ટોપ એક્ઝિક્યૂટિવની જરૂરીયાત છે જેમને 40 લાખ અને 80 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. એક નોકરી 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે અને બીજી નોકરી રેગ્યુલર છે. બંને પદો માટે અરજીની પ્રક્રિયા ચાલુ છે જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. કુલ બે પદ છે. સ્પેશિયલ કેડર ઓફિસર માટે કોઇપણ યોગ્ય ઉમેદવાર અરજી કરી શકે છે. પરંતુ અરજી કરતાં પહેલાં જરૂરી છે કે ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા, વય મર્યાદા, પગાર, અનુભવ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઇમાં એક ચીફ ટેક્નોલોજી ઓફિસર અને એક ડેપ્યુટી જનરલ મેનેજર (E&TA)ની જરૂરિયાત છે. બંને સીટો અનામત નથી. બંને પદો માટે ઉમેદવારોની વય મર્યાદા 50 વર્ષ (30 નવેમ્બર 2018 સુધી) છે. અરજીકર્તાના પસંદગી ઇન્ટરવ્યૂના આધારે થશે. બંને નોકરી નવી મુંબઇ માટે છે. 


ચીફ ટેક્નોલોજી ઓફિસર માટે મિનિમમ એજ્યુકેશન B.Tech./MCA/BE/ M.Sc./M.Tech. છે. ઉમેદવાર માટે IT ફીલ્ડમાં ઓછામાં ઓછા 20 વર્ષનો અનુભવ જરૂરી છે. જેમનો અનુભવ સોફ્ટવેર ડેવલોપમેંટનાક્ષેત્રમાં હશે, તેમની પસંદગી કરવામાં આવશે. 20 વર્ષ દરમિયાન 10 વર્ષનો અનુભવ સીનિયર એક્ઝીક્યૂટિવના રૂપમાં હોવો જરૂરી છે. તેમાપણ 3 વર્ષનો અનુભવ ફાઇનેશિયલ સેક્ટરનો હોવો જોઇએ. 


ડેપ્યુટી જનરલ મેનેજર (E&TA) માટે મિનિમમ એજ્યુકેશન B.Tech છે. જો તમે કોમ્યુટર સાયન્સ/આઇટીમાં જો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે પણ અરજી કરી શકો છો. તેના પર પદ મટે ઓછામાં ઓછો 18 વર્ષનો અનુભવ જરૂરી છે. અનુભવ IT ફીલ્ડનો હોવો જોઇએ. 18 વર્ષના લાંબા કેરિયરમાં અરજીકર્તા ઓછામાં ઓછા 6 વર્ષ માટે સીનિયર એક્ઝિક્યૂટિવ લેવલ પર હોવો જરૂરી છે. સાથે જ 6 વર્ષનો અનુભવ આર્કિટેક્ચરલ ફંક્શનમાં હોવો જોઇએ, જેમાં 3 વર્ષનો અનુભવ બેકિંગ અને ફાઇનાશિયલ ફીલ્ડનો હોવો જોઇએ. 


ચીફ ટેક્નોલોજી ઓફિસરની નોકરી 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે. આ પોસ્ટ માટે CTC (કોસ્ટ ટૂ કંપની) 65 લાખથી 80 લાખ સુધી છે. તેમાં ગ્રોસ સેલરી ઉપરાંત મેક્સિમમ 10 ટકા વેરિએબલ પે છે અને મેક્સિમમ ઇંક્રીમેંટ 10 ટકા છે. દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે. ડેપ્યુટી જનરલ મેનેજર (E&TA): આ પોસ્ટ માટે CTC 42 લાખ રૂપિયા છે.


ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે થશે. પહેલાં ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવી પડશે. જેના માટે અરજી ફી 600 રૂપિયા છે. આ નોન રિફંડેબલ રકમ છે. એસી, એસટી માટે 100 રૂપિયાની અરજી ફી છે. ફીની ચૂકવણી નેટ બેકીંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકાય છે. ટ્રાંજેક્શન પુરૂ થયા બાદ ઇ-રિસિવિંગ મળશે. તેને રાખવી જરૂરી છે. 


જરૂરી સૂચના: સ્ટેટ બેંક દ્વારા ક્યારેય પણ પસંદગી પામેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. જે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે તેમનો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર જ પબ્લિશ કરવામાં આવે છે. ઉમેદવારોને મેસેજ, મેલ અને ટપાલ દ્વારા ઇન્ટરવ્યૂની સત્તાવાર સૂચના આપવામાં આવે છે. એટલા માટે કોઇપણ પ્રકારના ફ્રોડનો શિકાર થતાં બચો.