નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકએ કોરોનાકાળમાં નવું ખાતુ ખોલવા માટે ફરી એકવાર ઓનલાઇન સેવાને શરૂ કરી દેવામાં આવી છે. એવામાં હવે નવા ગ્રાહકોને બેંકની શાખામાં જવાની જરૂર નહી પડે. લોકો ઘરે બેઠા જ મોબાઇલ એપની મદદથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ખુલશે ખાતું
બેંકે યોનો (YONO) એપ દ્વારા બચત ખાતું ખોલવાની સુવિધા આપી છે. નવા ખાતાધારક ફક્ત પાન અને આધાર વડે પોતાનું ખાતું ખોલી શકશે. બચત ખાતાવાળા તમામ ખાતાધારકોને બેંક તેમના નામવાળા રૂપે (Rupay) એટીએમ ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. યોનો (યૂ ઓનલી નીડ વન) બેંકની બેંકિંગ તથા જીવનશૈલી સાથે જોડાયેલી સેવાઓની એકિકૃત સેવા છે. બેંકએ એક નોટિફિકેશનમાં કહ્યું કે 'ત્વરિત બચત ખાતા'ની આ ઓફર હેઠળ ગ્રાહકોને એક પૂર્ણતયા કાગળીયા રહીત અનુભવ મળશે. 


પાંચ લાખ રૂપિયા સુધી જમા રકમ વિમો
બેંકના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે આ ખાતામાં ગ્રાહકોને બચત ખાતાના તમામ ફીચર મળશે. તેના માટે બેંક શાખાની પણ જરૂર નહી પડે. ડિપોઝિટ ઇંશ્યોરન્સ તથા ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (DIGC) હેઠળ ગ્રાહકોના સેવિંગ અને કરન્ટ એકાઉન્ટ, ફિકસ્ડ ડિપોઝિટ (FD), રિકરિંગ ડિપોઝિટ (RD)માં પડ્યા 5 લાખ રૂપિયા શરતોની સાથે પુરી રીતે સુરક્ષિત છે.  


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube