SBI Share Price: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને હાલમાં જ મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે SBI એ હાલમાં જ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેમાં જોવા મળ્યું છે કે બેંકના ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં એકલ આધાર પર ચોખ્ખા નફામાં સાત ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જ તે 6068 કરોડ રૂપિયા થયો છે. ત્યારબાદથી સોમવાર 8 ઓગસ્ટના રોજ એસબીઆઈનો શેર તૂટતો જોવા મળી રહ્યો છે. રોકાણકારો હેરાન પરેશાન છે કે આખરે એસબીઆઈના શેરનું શું કરે? વેચે, ખરીદે કે પછી હોલ્ડ કરે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલો ઘટ્યો ભાવ
પરિણામમાં જોવા મળ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આવક પણ ઘટી છે જેના કારણે બેંકના પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ સોમવારે એસબીઆઈના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે એસબીઆઈના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જો કે આમ છતાં મોટાભાગની બ્રોકરેજ ફર્મે ભારતીય સ્ટેટ બેંક પર પોતાની રેટિંગ જાળવી રાખી છે. એસબીઆઈના શેરે 5 ઓગસ્ટના રોજ એનએસઈ પર 531.05 રૂપિયાનું ક્લોઝિંગ નોંધાવ્યું હતું. 


આટલી લો પ્રાઈઝ લાગી
જો કે આજે એસબીઆઈના શેરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 15 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો અને શેર 516 રૂપિયે ટ્રેડિંગ થઈ રહ્યો હતો. આજે શેર ઘટાડા સાથે 524 પર ખુલ્યો અને પછી તો ઘટતો જ ગયો. એસબીઆઈએ 513.85 રૂપિયાની લો સર્કિટ લગાવી છે. આ સાથે જ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા પણ ડૂબ્યા છે. રોકાણકારો એસબીઆઈમાં લાંબા ગાળા માટે રહેવા ઈચ્છતા હોય તો આગામી 12 મહિનામાં 600-650 રૂપિયાથી વધુના સંભવિત ટાર્ગેટ માટે સ્ટોકને હાલ કે ઘટાડા પર ખરીદવાનું વિચારી શકે છે. 


બીજી બાજુ બ્રોકરેજ ફર્મ શેરખાને એસબીઆઈને ખરીદવાની સલાહ આપી છે અને 600 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ ઉપરાંત Jefferies અને HSBC બંનેએ એસબીઆઈમાં રોકાણની સલાહ આપી છે તથા 630 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે Motilal Oswal એ એસબીઆઈના શેર ખરીદવાની સલાહ આપતા 625 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તથા જેપી મોર્ગન એસબીઆઈ પર બુલિશ છે અને ખરીદવાની સલાહ આપતા 650 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 


(Disclaimer: કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા એક્સપર્ટ પાસેથી જાણકારી લેવી. ઝી 24 કલાક કોઈ પણ પ્રકારના રોકાણ માટે તમને સલાહ આપતું નથી)