નવી દિલ્હી: સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એટલે કે એસબીઆઇમાં આજથી કેટલાક ફેરફાર થઇ ગયા છે. આ ફરેફારોની અસર એસબીઆઇના દેશભરના 32 કરોડ એકાઉન્ટ હોલ્ડરોને થશે. બેન્ક દ્વારા કરવામાં આવેલા આ બધા ફેરફારો તમારા માટે કામના છે. ક્યાંક ને ક્યાંક તમારા ખિસ્સાને ફાયદો થશે. એસબીઆઇ દ્વારા આજથી સર્વિસ ચાર્જ ઉપરાંત મહિને એવરેજ બેલેન્સ (MAB) મેન્ટેન ન કરવાના સંજોગોમાં થનાર પેનલ્ટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે આજથી લાગો થઇ ગયો છે. આ ઉપરાંત બેંક તરફથી અન્ય કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ઓનલાઇન ટ્રાન્જેકશન કરનારા લોકો માટે NEFT અને RTGS ટ્રાન્જેક્શન પણ સસ્તું થઇ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિનિમમ બેલેન્સમાં મળી રાહત
અત્યાર તમારું એકાઉન્ટ જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાન્ચમાં છે તો 30 સપ્ટેમ્બર સુધી તમારા ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ (AMB) ક્રમશ: 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવા પડે છે પરંતુ 1 ઓક્ટોબરથી મેટ્રો સિટીની બ્રાન્ચ અને શહેરી વિસ્તારની બ્રાન્ચ બંનેમાં એએમબી ઘટીને ત્રણ હજાર રૂપિયા રહેશે.

તહેવારની સીઝનમાં સમયસર ATM માંથી કાઢી લેજો પૈસા, આ મહિને 11 દિવસ બંધ રહેશે બેન્ક


ખાતા પર પેનલ્ટી થઇ ઓછી
 જો શહેર વિસ્તારમાં રહેતો કોઇ ખાતેદાર 3000 રૂપિયા બેલેન્સ મેન્ટેન નથી કરી શકતા અને તેનું બેલેન્સ 75 ટકાથી ઓછું છે તો તેને 15 રૂપિયા પેનલ્ટી અને જીએસ્ટી ચૂકવવા પડશે. અત્યારે તે 80 રૂપિયા અને જીએસટી છે. તે જ પ્રામાણે 50થી 75 ટકા ઓછું બેલેન્સ રાખનારને 12 રૂપિયા અને જીએસટી ચૂકવવા પડશે. જો કે અત્યાર 60 રૂપિયા અને જીએસટી છે. 50 ટકાથી ઓછું બેલેન્સ રાખનારને 10 રૂપિયા અને જીએસટી ચૂકવવા પડશે.
આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, જૂના પણ કરાવવા પડશે અપડેટ


NEFT/ RTGS કરવું થયું સસ્તું
એસબીઆઇએ ડિજિટલ મોડ દ્વારા આરટીજીએસ અને એનઇએફટી દ્વારા 1 જુલાઇથી ટ્રાન્ઝેક્શન ફ્રી કર્યું છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી, શાખામાંથી NEFT / RTGS પર પણ પહેલા કરતા ઓછા ચાર્જ લેવામાં આવશે. હવે 10 હજાર રૂપિયા સુધીની શાખાઓ માટે એનઇએફટી પર 2 રૂપિયા, એક લાખથી બે લાખની એનઇએફટી પર 12 રૂપિયા, બે લાખ રૂપિયાથી વધુની એનઇએફટી પર 20 રૂપિયા ઉપરાંત જીએસટી આપવો પડશે. તેવી જ રીતે, 2 લાખથી 5 લાખ અને 20 રૂપિયા સુધીની આરટીજીએસ, અને 5 લાખથી વધુની આરટીજીએસ પર 40 રૂપિયા જીએસટી આપવામાં રહેશે.
Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત


આ લોકો માટે ફ્રી રહેશે ચેકબુક
સેવિંગ્સ એકાઉન્ટવાળા માટે એક નાણાકિય વર્ષમાં 10 ચેક ફ્રી રહેશે. ત્યારબાદ 10 ચેકવાળી ચેકબુક માટે 40 રૂપિયા અને જીએસટી ચુકવવો પડશે. ત્યારે 25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા અને જીએસટી બેંક તરફથી લેવામાં આવશે. સીનિયર સિટીઝન અને સેલેરી એકાઉન્ટવાળાઓ માટે ચેક બુક ફ્રી રહેશે.