નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ 6 બ્રાન્ચને બંધ કરી લેવાનો નિર્ણય લીધો છે. આ તમામ બ્રાન્ચ દેશની બહાર ચીન, શ્રીલંકા, ઓમાન, સાઉદી અરબ, ફ્રાન્સ અને બોસ્ટનમાં છે. નાણા મંત્રાલયે આ મામલે નિર્દેશ જાહેર કરી દીધા છે. આ સાથે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ આવનારા ત્રણ વર્ષમાં નોન-કોરો બિઝનેસ આટોપી લેવાનો નિર્ણય કર્યો છે. ડીએનએના સમાચાર પ્રમાણે બેંકે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ નિર્ણય લીધો છે. નાણાકીય મંત્રાલયની સહયોગી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીઝ (DFS)એ પરિસ્થિતિ સુધારવા તાત્કાલિક પગલાં લેવા માટે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30% ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત જો સરકાર લે 'આ' નિર્ણય


આ બ્રાન્ચ બંધ કરવા માટે આયોજન કરી લેવાયું છે. પ્લાન પ્રમાણે ચીન અને સાઉદી અરબની બ્રાન્ચને 30 સપ્ટેમ્બર, 2018 સુધી બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ઓમાન, પેરિસ, શ્રીલંકા અને બોસ્ટનની બ્રાન્ચને માર્ચ, 2019 સુધી બંધ કરી દેવામાં આવશે. આ બ્રાન્ચ સિવાય એસબીઆઇની બીજી 10 બ્રાન્ચની પણ સમીક્ષા હાથ ધરાઈ છે. બેંક આ મામલે બહુ જલ્દી નિર્ણય લેશે. 


આ પહેલાં 17 એપ્રિલે કોટક મહિન્દ્ર બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી વધારે થઈ ગયું છે. બેન્કિંગ ઇતિહાસમાં પહેલીવાર SBI ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. માર્કેટ વેલ્યુ પ્રમાણે એચડીએફસી પછી હવે બીજા નંબરે કોટક મહિન્દ્ર બેંક આવી ગઈ છે. તાજેતરમાં કોટક મહિન્દ્ર બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન 2.23 લાખ કરોડ રૂ. સુધી પહોંચી ગયું છે. આ સિવાય એસબીઆઇની માર્કેટ કેપ 2.22 લાખ કરોડ રૂ. હતી. આ સિવાય એચડીએફસી 5.03 લાખ કરોડ રૂ.ની માર્કેટ વેલ્યૂ સાથે બેકિંગ સેક્ટરની બાદશાહ બનેલી છે.