SBI પોતાના આ લાખો ગ્રાહકોને આપશે સૌથી મોટી ભેટ, જાણો શું હશે થશે ફાયદો
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નવી એપ YONO-યોનો (યૂ ઓનલી નીડ વન)ની સફળ લોન્ચિંગ બાદ તેનો ઘરાવો વધારવાનો નિર્ણય કર્યો છે. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો યોના યુવાનો વચ્ચે ખૂબ લોકપ્રિય એપ રહી છે. હવે એસબીઆઇ તેનો દાયરો બિઝનેસમેન અને ખેડૂતો સુધી પહોંચાડવા જઇ રહી છે.
આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરી અનોખી એપ, નેટવર્ક વિના પણ કરી શકશો વાત
ધ હિંદુના એક અહેવાલ અનુસાર બેંકે નક્કી કર્યું છે કે યુવાનોએ યોનો એપને ખૂબ વખાણી છે. દરરોજ 3 લાખ લોકો આ એપ પર લોગઇન કરે છે. હવે તેને બિઝનેસમેન અને ખેડૂતો સુધી વધારવામાં આવશે. જે એપ્રિલ 2019થી આ સુવિધાનો ઉઠાવી શકશે. તેના માટે 1 જ કાર્ડ અથવા એપમાં તેમને બધી બેકિંગ સુવિધા મળશે. ખેડૂતોને એપ પર બીજ અને હવામાનની જાણકારી આપવામાં આવશે, તે આ એપ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ, ગોલ્ડ લોન અથવા ઓનલાઇન માર્કેટની સૂચના પ્રાપ્ત કરી શકશે. આ એપને 6 વર્નાકુલર ભાષાઓમાં લોન્ચ કરવામાં આવશે.
Hero ની ઇલેક્ટ્રિક બાઇકથી હવે થશે 70 હજાર રૂપિયા સુધીની બચત
બેંકે જ્યારે આ સર્વિસ શરૂ કરી હતી ત્યારે જણાવ્યું હતું કે આ એપ દ્વારા દરરોજની જીંદગીની 60 જરૂરી સેવાઓ એક પ્લેટફોર્મ પર મળશે. બેંક 14 અલગ-અલગ કેટેગરીમાં પુસ્તકો, કેબ બુક કરાવવી, મનોરંજન, ખાણી પીણી, ટ્રાવેલ અને મેડિકલ સેવાઓ આપવામાં આવશે. તેના માટે બેંકે 60 ઇ-કોમર્સ કંપનીઓની સાથે કરાર પણ કર્યો છે. તેમાં અમેજોન, ઉબર, મંત્રા, શોપર સ્ટોપ, થોમસ કુક, વગેરે કંપનીઓ સામેલ છે. આઇઓએસ અને એંડ્રોઇડ યૂજર આ એપ યોનોને ડાઉનલોડ કરી શકે છે.
સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap
SBI ના ગ્રાહકોને યોનો એપ એટલી ગમી છે કે ફક્ત 10 મહિનામાં 1 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપને 24 નવેમ્બર 2017 ના રોજ એસબીઆઇએ લોન્ચ કરી હતી. એસબીઆઇના ગ્રાહક પોતાની બેકિંગ, ખરીદી, લાઇફસ્ટાઇલ અને ઇંવેસ્ટમેંટ સંબંધિત જરૂરિયાતો માટે યોનો એપનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. યોનોને એબીએફ રિટેલ બેકિંગ એવોર્ડ્સ 2018માં વર્ષનો મોઇબાઇલ ઇનિશિએટિવ એવોર્ડ પણ મળ્યો હતો.