Hero ની ઇલેક્ટ્રિક બાઇકથી હવે થશે 70 હજાર રૂપિયા સુધીની બચત
Trending Photos
નવી દિલ્હી: Hero Electric ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઇને આવી છે. કંપની દ્વારા જૂની કોઇપણ પેટ્રોલ ટૂ વ્હીલરના એક્સચેંજ પર ગ્રાહકોને 6 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો મળશે. એટલે જો તમે ઘરમાં પડી રહેલી કોઇ જૂની બાઇક અથવા સ્કૂટરને એક્સચેંજ કરો છો, તો તમારે તે વાહનને બજારની કિંમતથી 6 હજાર રૂપિયા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.
જોકે કંપનીની આ ઓફર ઇલેક્ટ્રિક 2-વ્હીલર વાહનના વેચાણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો જો તમારા ઘરમાં પડેલી જૂની પેટ્રોલ-પાવર બાઇક અથવા સ્કૂટરની બજારમાં કિંમત 15 હજારની છે, તો Hero ની ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર ગ્રાહકોને 6 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો મળશે. એટલે કે તમને જૂની બાઇકની કિંમત એક્સચેંજ ઓફરમાં 15 હજારથી વધીને 21 હજાર રૂપિયા થઇ જશે. આ 21 હજાર રૂપિયાને તમે નવી ઇલેક્ટ્રિક બાઇકમાં ઓછા કરી શકો છો. તમને જણાવી કે Hero Electric ભારતીય બજારમાં પોતાના 4 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લાવી રહ્યું છે. તેમાં Flash, NYX, Optima और Photon જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સામેલ છે. આ બધા મોડલમાં Photon સૌથી એડવાન્સ મોડલ છે.
Hero Electric ની Flash, NYX અને Optima એકવાર ચાર્જ કરતાં 60 કિલોમીટર સુધી દોડશે. તો બીજી તરફ તેને ચાર્જ કરતાં લગભગ 4 થી 5 કલાક જેટલો સમય લાગશે. આ સ્કૂટરમાં ગ્રાહકોને 40 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે.
વાત કરીએ Hero Electric ના સૌથી એડવાન્સ મોડલ Photon ને ચાર્જ કરતાં લગભગ 4 થી 5 લાખનો સમય લાગશે. તો બીજી તરફ એકવાર ચાર્જ કરતાં આ સ્કૂટર 110 કિલોમીટર સુધી રેંજ આપશે. તેની ટોપ સ્પીડ કિલોમીટર પ્રતિ કલાકનો છે.
Hero Electric તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રાહક પોતાના ઘરમાં પડેલ ખરાબ બાઇક અથવા સ્કૂટરને પણ એક્સચેંજ કરી શકો છો. આ ઉપરાંત કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરી એક ગ્રાહકને 3 વર્ષમાં લગભગ 70 હજાર રૂપિયાની બચત થશે. કંપની આ બાઇક્સ અને બેટરી પર ત્રણ વર્ષની વોરન્ટી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે