નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને તેમના ઘર પર બેકિંગ સુવિધાઓ આપવા માટે ડોરસ્ટોપ સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ ઘણી બધી બેકિંગ સેવાઓ તમને ઘરેબેઠા મળી જશે. આ સુવિધાઓ માટે તમારા માટે બેંકની ડોરસ્ટેપ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. આવો જાણીએ આ સુવિધા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિકઅપ સર્વિસ હેઠળ મળશે આ સુવિધા
એસબીઆઇની ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ હેઠળ પિકઅપ સર્વિસ આપવામાં આવે છે જેના હેઠળ તમારે ચેક જમા કરાવવા, નવી ચેકબુક લેવા અથવા જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેંક જવાની જરૂર નથી. 1 નવેમ્બરથી 2020થી ડોરસ્ટેપ સર્વિસ હેઠળ બેંકના કોઇ કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા કાગળ લઇ જઇ બેંકમાં જમા કરાવી દેશે. 


ડિલિવરી સર્વિસ હેઠળ મંગાવો પોતાનું ફોર્મ 16
આ પ્રકારે ડોરસ્ટેપ બેકિંગની ડિલિવરી સર્વિસ હેઠળ તમારી ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ડ્રોફટ અથવા ફોર્મ 16 સર્ટિફિકેટ લેવા માટે બ્રાંચ જવાની જરૂર નથી. તમે ઘરેબેઠા આ તમામ વસ્તુઓ ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ દ્વારા ઘરે મંગાવી શકશો.


ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ માટે અહીં કરાવો રજિસ્ટ્રેશન
બેંકની ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ માટે તમે ટોલ ફ્રી નંબર 18001037188 અને 1881213721 પર ફોન કરી શકો છો. 
તમે www.psbdsb.in વેબસાઇટ પર જઇને પણ આ સર્વિસ બુક કરાવી શકો છો.
તમે www.psbdsb.in એપ દ્વારા પણ તમે ડોર સ્ટેપ બેકિંગની સુવિધા લઇ શકો છો.


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube