SEBI employees protest : હાલ SEBIમાં બધુ બરાબર ચાલતુ હોય તેમ લાગી રહ્યુ નથી. કેમ કે મુંબઈ સ્થિત SEBIમાં પહેલીવાર કાર્યકરોએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો. ટોપ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપ લગાવીને SEBIના પ્રમુખ માધવી બુચના રાજીનામાની માગ કરી. ત્યારે શું છે આખો વિવાદ અને કેમ કર્મચારીઓમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ જોઈએ આ રિપોર્ટમાં...  


  • SEBIમાં ઉઠ્યો વિરોધનો વંટોળ 

  • SEBI અધિકારીઓનો જાહેરમાં વિરોધ

  • માધવી બુચના રાજીનામાની માગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SEBI એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા. પરંતુ હાલ મુંબઈ સ્થિત SEBI કાર્યાલયમાં વિરોધનો વંટોળ છે. ગુરુવાર સવારે અંદાજે 200થી વધુ કર્મચારીઓ બે કલાક માટે પોતાના કામથી અળગા રહ્યા અને SEBIમાં ચાલી રહેવા ટોક્સિક વર્ક કલ્ચરનો ખુલીનો વિરોધ નોંધાવ્યો... SEBI કર્મચારીઓની એક જ માગ હતી કે SEBI પોતાની પ્રેસ રિલીઝ પાછી ખેંચે અને SEBI પ્રમુખ માધવી બૂચ રાજીનામું આપે. 


પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે


આખા મામલાની વાત કરીએ તો થોડા દિવસો પહેલાં SEBI કર્મચારીઓએ ગૃહમંત્રાલયમાં પત્ર લખીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયુ હતુ કે SEBIનું ટોપ મેનેજમેન્ટ તેમના પર હદ કરતા વધુ દબાણ કરી રહ્યુ છે. અંદાજે 500 કર્મચારીઓના હસ્તાક્ષર સાથેના પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે SEBIમાં માહોલ તણાવપૂર્ણ છે અને કામનું વાતાવરણ ખરાબ થઈ ચુક્યુ છે. 


બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યા
 
SEBI કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સામે શું આરોપ લગાવ્યા છે, તેની વાત કરીએ 


  • SEBI ઓફિસમાં ટોક્સિક વર્ક કલ્ચર થઈ ગયુ છે

  • કર્મચારીઓને માનસિક હેરાનગતિ થઈ રહી છે

  • ઓફિસમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે

  • સિનિયર મેનેજમેન્ટનો વ્યવહાર પર ખરાબ થઈ ગયો છે

  • કામની અપેક્ષા પણ ખૂબ વધારી દેવાઈ છે

  • કર્મચારીઓને રોબોટ સમજવામાં આવી રહ્યા છે


SEBIમાં જે રીતે થોડા સમયથી ઉથલપાથલ થઈ રહી છે, તે સ્પષ્ટ કરે છે કે હાલ SEBIમાં બધુ બરાબર ચાલી રહ્યુ નથી. હવે તો SEBI કર્મચારીઓ પણ ખુલીને વિરોધ કરી રહ્યા છે અને માધવી બુચનું રાજીનામું માંગી રહ્યા છે.  


અંબાણી કે અદાણી નહિ, આ પરિવાર છે દેશના સૌથી મોંઘા ફ્લેટનો માલિક