અંબાણી કે અદાણી નહિ, આ પરિવાર છે દેશના સૌથી મોંઘા ફ્લેટનો માલિક

Most Expensive Flat in India: જ્યારે પણ દેશમાં સૌથી મોંઘા ઘરની વાત થાય છે ત્યારે લોકોના મોઢા પર એક જ નામ હોય છે મુકેશ અંબાણીનું એન્ટીલિયા. મુંબઈના દક્ષિણમાં એલમાઉન્ટ રોડ પર સ્થિત અંબાણીના એન્ટીલિયાની કિંમત 12 થી 15 હજાર કરોડ રૂપિયા છે

સૌથી મોંઘા ફ્લેટના માલિક

1/6
image

મુકેશ અંબાણીા 27 માળના ઘરમાં હેલિપેડ, સ્વીમિંગ પુલ, થિયેટર, સેંકડો ગાડીઓ અને પાર્કિગ સહિત તમામ સુવિધાઓ છે. અંબાણીના એન્ટીલિયાને જાણી લીધું, તો હવે દેશમાં સૌથી મોંઘા ફ્લેટ વિશે પણ જાણી લો. 

દેશનો સૌથી મોંઘો ફ્લેટ

2/6
image

હાલમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશના સૌથી મોંઘા ફ્લેટની ડીલ થઈ છે. 369 કરોડ રૂપિયામાં બનેલો આ ફ્લેટ દેશનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ છે. દક્ષિણી મુંબઈના માલાબાર હિલ્પર સી-ફેસિંગ એપાર્ટમેન્ટની સૌથી મોંઘી ડીલ થઈ છે અને તે દેશનો સૌથી મોંઘો ફ્લેટ બની ગયો છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, લોઢા ગ્રૂપની કંપની મેક્રોટેક ડેવલપર્સે આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટને તૈયાર કર્યો છે. લોઢા માલાબાર સુપર લક્ઝરી રેસિડન્સિયલ એપાર્ટમેન્ટ દેશનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ માનવામાં આવે છે. 

દેશના સૌથી મોંઘા ફ્લેટનો માલિક કોણ

3/6
image

જો તમે વિચારો છે કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી કે રતન ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ આ સૌથી મોંઘો ફ્લેટ ખરીદ્યો હોય તો તમે ખોટા છે. જાણીતા ઉદ્યોગપિત જેપી તપારિયા દેશના સૌથી મોંઘા ફ્લેટના માલિક છે. તપાડિયા ફેમિલીએ લોઢા માલાબાર સુપર લક્ઝરી રેસિડેન્શિયલ ટાવરમાં 26, 27 અને 28 મા માળમાં ટ્રિપલેક્સ ફ્લેટ ખરીદ્યો છે. 

મોંઘા ફ્લેટમાં ખાસ શું છે 

4/6
image

1.08 એકરમાં ફેલાયેલા એપાર્ટમેન્ટની સુંદરતા તેના સી-ફેસિંગ નજારામાં છુપાયેલી છે. ફ્લેટના ડ્રોઈંગ રૂમ, બેડરૂમમાંથી અરબ સાગરની લહેરોનો સુંદર નજારો જોવા મળે છે. આલિશાન ફ્લેટનું ઈન્ટીરિયર જોવા જેવું છે. ટ્રિપલેક્સ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 27,160 વર્ગ ફીટનો છે. લોઢા માલાબાર પ્રોજેક્ટનું આર્કિટેક્ચર દુનિયાની ટોપની આર્કિટેક્ચર કંપની હાફીઝ કોન્ટ્રાક્ટરે તૈયાર કરી છે. તો ઈન્ટરિયરનું કામ સ્ટુડિયો એચબીએએ કર્યું છે. 

ડ્યુટીના ચૂકવ્યા 19 કરોડ

5/6
image

આ ફ્લેટ માટે તાપરિયા પરિવારે સ્ટાપ ડ્યુટ તરીકે 19.07 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં બજાજ ઓટોના ચેરમેન નીરજ બજાજે પણ 29,30 અને 31 મા માળ પર ટ્રિપલેક્સ ફ્લેટ ખરીદ્યો હતો. જેના માટે તેઓએ 252.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

કોણ છે જેપી તાપરિયા

6/6
image

જેપી તાપરિયા જાણીતા ઉદ્યોગપતિ છે. જેઓએ વર્ષ 1990 માં ફેમી કેરની સ્થાપના કરી હતી. આ કંપનીને તેઓએ એટલી મોટી બનાવી દીધી કે, આજે ફેમી કેર દુનિયાની સૌથી મોટી કોપર-ટી મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ પહેલા તેઓ વર્ષ 2006 માં મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 60 કરોડ રૂપિયામાં 11,000 વર્ગ ફીટનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.