નવી દિલ્હીઃ જો તમે દરરોજ રોકડમાં ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમે રોકડમાં ચુકવણી સાથે સંબંધિત નિયમો જાણતા હશો. પરંતુ, શું તમે જાણો છો કે જો તમે કોઈ વ્યક્તિ પાસેથી એક દિવસમાં રૂ. 2 લાખ કે તેથી વધુ લેશો તો તમારે દંડ ભરવો પડી શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દંડ પૈસા આપનાર પર નહીં પરંતુ લેનાર વ્યક્તિ પર લગાવવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે આ કેવો નિયમ છે અને શા માટે બનાવવામાં આવ્યો હતો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં, સરકારે ટેક્સ ચોરી રોકવા માટે આવકવેરા કાયદાની કલમ 269STમાં આ જોગવાઈ કરી છે. આવો તમને જણાવીએ કે આ સરકાર આ નિયમ ક્યારે લાવી અને તેમાં શું જોગવાઈઓ છે.


કલમ 269ST શું છે
કેન્દ્ર સરકારે 2017માં આવકવેરા કાયદામાં કલમ 269STનો ઉમેરો કર્યો હતો. ટેક્સ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ નિયમ હેઠળ કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુ રોકડ લઈ શકે નહીં. આ પગલા પાછળ સરકારનો ઉદ્દેશ્ય બ્લેક મની અને મની લોન્ડરિંગને રોકવાનો છે.


આ પણ વાંચોઃ ₹20 ના IPO નો કમાલ, 1 લાખના બની ગયા 21 કરોડ રૂપિયા, બોનસ-સ્પ્લિટની પણ ભેટ


આવી સ્થિતિમાં, જો તમે 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમ રોકડમાં લઈ રહ્યા છો, તો એવું બિલકુલ ન કરો. હવે તમે વિચારશો કે જો તમે તેને રોકડમાં ન લઈ શકો તો કેવી રીતે લેશો. તમે રૂ. 2 લાખ કે તેથી વધુ રકમ ફક્ત બેંકિંગ ચેનલો દ્વારા જ લઈ શકો છો, જેમ કે એકાઉન્ટ પેયી ચેક, અથવા બેંક ડ્રાફ્ટ, અથવા તેને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો.


યાદ રાખો, જો તમે રૂ. 2 લાખ કે તેથી વધુ રકમ માટે સેલ્ફ ચેકનો ઉપયોગ કરો છો, તો તેને પણ રોકડ વ્યવહાર તરીકે ગણવામાં આવશે અને તેના પર દંડ લાદવામાં આવશે. આ નિયમ ભેટ તરીકે મળેલી રકમ પર પણ લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ ખાસ પ્રસંગે કોઈની પાસેથી 2 લાખ રૂપિયાથી વધુની રોકડ ભેટ સ્વીકારી શકશે નહીં. આ નિયમ વ્યક્તિ દ્વારા તેના સંબંધીઓ પાસેથી મેળવેલા નાણાં પર પણ લાગુ પડે છે.


આ કેસોમાં નિયમ લાગુ પડતો નથી
આવકવેરા કાયદાની કલમ 269ST સરકાર, કોઈપણ બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ બચત બેંક અથવા સહકારી બેંક દ્વારા પ્રાપ્ત થતી રકમ પર લાગુ પડતી નથી.


આ પણ વાંચોઃ હવે ટાટા ગ્રુપ લાવશે એવો આઈપીઓ કે તૂટી જશે બજારના તમામ રેકોર્ડ, જાણો વિગત


દંડ કેટલો છે
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 269ST ના ઉલ્લંઘન માટે, વ્યક્તિ પર વ્યવહારની રકમ સમાન દંડ લાદવામાં આવે છે. જો તમે કલમ 269ST ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને 2,10,000 રૂપિયા મેળવો છો, તો તમને 2,10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube