Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા
Retirement Planning : વૃદ્ધાવસ્થા માટે દરેક વ્યક્તિ પૈસા બચાવવા માંગે છે, પરંતુ આ શક્ય નથી. રોજિંદાના ખર્ચાઓ અને બાળકોના ભણતર પાછળ એટલો બધો ખર્ચ થાય છે કે આપણે તેના માટે પૈસા પણ ભેગા કરી શકતા નથી. SBIએ આવા લોકો માટે જ ખાસ સ્કીમ શરૂ કરી છે.
State bank of India Schemes: વૃદ્ધાવસ્થા આરામથી પસાર થાય તે માટે રિટાયરમેન્ટની પ્લાનિંગ (Retirement Planning) તો બધા કરે છે. પરંતુ ઘણા લોકો એવા છે જે રોજિંદા ખર્ચમાં ફસાયેલા રહે છે કે તેમને બચતની તક જ મળતી નથી. કઠીન સમય માટે પૈસા એકઠા થતા જ નથી અને ત્યાં સુધી ઘડપણ આવી જાય છે. એવા લોકો માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI) એ ધાંસૂ પ્લાન ઉતાર્યો છે. હવે ઘડપણમાં ઘરબેઠાં પૈસા મળશે અને 'આવક' પર કોઇ ટેક્સ પણ નહી લાગે.
હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ
એસબીઆઇએ રિવર્સ મોર્ગેજ સ્કીમ લોન્ચ કરી છે, જે એવા વડીલો માટે ઘડપણની લાકડી છે જેમને નિવૃત માટે પૈસા બચાવ્યા નથી. સરકારી બેંક એવા લોકોને એક ઉંમર બાદ ઘરેબેઠા પૈસા આપશે, જેથી તેમના રોજિંદા ખર્ચ અથવા સારવાર કરાવી શકે. બે6ક આ પૈસા ના તો પરત માંગશે અને ના તો ખર્ચ માટે મળેલા પૈસા પર કોઇ ટેક્સ જમા કરાવવો પડે છે.
Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર
બજરંગબલીની મૂર્તિ પર કેમ લગાવામાં આવે છે તેલ અને સિંદૂર, જાણો મહત્વ
શું છે રિવર્સ મોર્ટગેજ સ્કીમ?
SBIની આ યોજના ખાસ કરીને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. તેના અંતગર્ત બેંક રહેણાંક સંપત્તિના બદલામાં પૈસા આપે છે. રિવર્સ મોર્ટગેજનો અર્થ છે કે બેંક તમારી મિલકત સામે પૈસા આપશે. આના પર ન તો કોઈ વ્યાજ લેવામાં આવશે અને ન તો EMI ચૂકવવાની કોઈ જરૂર પડશે. એટલું જ નહીં, મોર્ગેજના સમગ્ર સમયગાળા દરમિયાન ઘરના માલિકી હક્ક વૃદ્ધો પાસે રહેશે અને તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
OpenAI Sora: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ
કેવી રીતે કામ કરે છે આ લોન
મોર્ગેજ લોન 60 વર્ષ બાદ આપવામાં આવે છે. એસબીઆઇની મોર્ગેજ લોન સ્કીમ 62 વર્ષથી ઉપરના વૃદ્ધો માટે છે. તેમાં મેક્સિમમ ઉંમરની કોઇ લિમીટ નથી. આ લોન પ્રોપર્ટીની અવેજમાં આપવામાં આવે છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે તેને ઇચ્છો તો દર મહિને કોઇ સેલરી અથવા પેન્શનની માફક ઉપયોગ કરી શકો છો. વૃદ્ધ દંપત્તિ હોવ તો પત્નીની ઉંમર ઓછામાં ઓછી 55 વર્ષની હોવી જોઇએ.
ગુજરાતના ખેડૂતોએ 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન
LIC એ બાળકો માટે લોન્ચ કર્યો 'અમૃતબલ' પ્લાન, ગેરેન્ટેડ રિટર્નવાળી પોલિસી થશે ફાયદો
શું છે આ લોનની ખાસિયત
- લોન માટે એપ્લાય કરવા માટે નામ પર જ પ્રોપર્ટી હોવી જોઇએ અને તેના પર કોઇ બાકી લેણું અથવ લોન ન હોવી જોઇએ.
- જે પ્રોપર્ટીની અવેજમાં લોન લઇ રહ્યા છો, તે પણ 20 વર્ષથી જૂની હોવી ન જોઇએ.
- તે પ્રોપર્ટી પર રિવર્સ મોર્ગેજ લોન મળશે, જેના પર દંપત્તિ ઓછામાં ઓછા 1 વર્ષથી રહેતા હોય.
- પ્રોપર્ટીના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે, જે 3 લાખથી લઇને 1 કરોડ રૂપિયા સુધી હોઇ શકે છે.
- જો પ્રોપર્ટીની કોઇ હોમ લોન વગેરે ચાલી રહી છે તો અરજી કરનારને NOC જમા કરાવવું જરૂરી છે.
શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો
શું છે તેની અન્ય શરતો
- મોટાભાગની બેંકો મોર્ગેજ લોન પર રૂ. 2,000 થી રૂ. 20,000 સુધીની પ્રોસેસિંગ ફી વસૂલે છે.
- આ લોન મહત્તમ 15 વર્ષની અવધિ માટે જ મળે છે.
- તમે લોનની રકમ ગમે ત્યાં ખર્ચી શકો છો, આ માટે કોઈ પ્રતિબંધ કે નિયમ નથી.
- આવકવેરાની કલમ 10(43) હેઠળ, મોર્ટગેજ લોનની રકમ સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે.
- લોન લેનારને પૈસા પરત કરવાની જરૂર નથી, તેના બદલે બેંકો માલિક અથવા દાવેદારની ગેરહાજરીમાં મિલકત વેચીને તેમના નાણાં વસૂલ કરે છે.
રેલવેની કંપનીના આ શેરે 6 મહિનામાં રોકાણકારો પૈસા કર્યા ડબલ, મળ્યો 65,000 Cr નો ઓર્ડર
ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં હિંસક નરસંહાર, એક જ દિવસમાં 64 લાશો પથરાઇ