મુંબઈઃ શેર બજારમાં ગુરૂવારે ખરીદારી વધી ગઈ હતી. સેન્સેક્સ 634.61 પોઈન્ટના વધારા સાથે  41,452.35 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 41,482.12ના ઉપલા સ્તર સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 190.55 પોઈન્ટના વધારા સાથે 12,215.90 પર બંધ થયો હતો. ઈન્ડ્રા-ડેમાં 12,224.05 સુધીનો વધારો થયો હતો. આ 9 ઓક્ટોબર બાદ એક દિવસમાં સૌથી મોટી તેજી છે. વેપારીઓ પ્રમાણે બીજા એશિયન માર્કેટમાં મળેલા સકારાત્મક સંકેતને કારણે ભારતીય બજારમાં તેજી આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઈરાનની સાથે શાંતિપૂર્ણ સમાધાનનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેથી અમેરિકા અને મુખ્ય એશિયન બજાર પર સકારાત્મક અસર થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએસઈ પર 11માંથી 10 સેક્ટર ઈન્ડેક્ટમાં વધારો
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 43 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 10 ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં હતા. ઓટો ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.7 ટકાનો વધારો થયો હતો. માત્ર આઈટી ઇન્ડેક્સમાં 0.18 ટકાનું નુકસાન થયું હતું. 



નિફ્ટીના ટોપ-5 ગેનર  
શેર વધારો
જેએસડબ્લ્યૂ સ્ટીલ 5.90%
ઇન્ફ્રાટેલ 5.44%
ટાટા મોટર્સ 5.40%
આઈસીઆઈસીઆઈ બેન્ક 3.74%
ઇન્ડસઇન્ડ બેન્ક 3.37%
નિફ્ટીના ટોપ-5 લૂઝર  
શેેર ઘટાડો
ટીસીએસ 1.56%
કોલ ઈન્ડિયા 1.12%
એચસીએલ ટેક 0.82%
બ્રિટાનિયા 0.62%
ગેલ 0.36%

રૂપિયો 22 પૈસા મજબૂત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઘટવાની આશાથી ડોલરના મુકાબલે રૂપિયામાં પણ તેજી આવી હતી. કારોબાર દરમિયાન રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 71.48 પર આવી ગયો હતો. બુધવારે 71.70 પર બંધ થયો હતો. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube