નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ડર અને વૈશ્વિક સ્તર પર કાચા તેલની ઘટતી કિંમતે શેરબજારને મોટું નુકસાન પહોંચાડ્યું છે. શું સેન્સેક્સ અને શું નિફ્ટી, બંન્ને લાલ નિશાનથી બહાર આવી શકતા નથી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શેર બજાર લોઅર સર્કિટની એટલું નજીક પહોંચી ગયું, જેને જોઈને લોકોના હ્રદયના ધબકારા વધવા લાગ્યા છે. મહત્વનું છે કે શેર બજારમાં 10 ટકા કે તેનાથી વધુ ઘટાડો આવી જાય છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ રોકી દેવામાં આવે છે. આજના દિવસે શેર બજારમાં આવેલા મોટા ઘટાડાની કેટલિક ખાસ વાત છે, જે તમારે જરૂર જાણવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 2008માં સૌથી મોટો ઘટાડો
સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો આશરે 12 વર્ષ પહેલા 2008માં આવ્યો હતો. આ વખતે સેન્સેક્સ 9 ટકાની નજીક સુધી પહોંચી ગયો છે અને આ ઘટાડો 2008 બાદ સૌથી મોટો છે, જે હેઠળ સેન્સેક્સ આશરે 3150 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. 2008માં એક સમય એવો આવ્યો હતો જ્યારે સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી. મહત્વનું છે કે 24 ઓક્ટોબર 2008ના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1070.63 એટલે કે 10.96 ટકા તૂટ્યો હતો. 


2- જુલાઈ 2017 બાદ પ્રથમવાર નિફ્ટી 9600ની નીચે
નિફ્ટીએ 25 જુલાઈ 2017ના 10,000ની સપાટી વટાવી હતી. જૂન 2017 પૂરો થવા પર નિફ્ટી 9520 પોઈન્ટ પર હતી. આજે કારોબારમાં નિફ્ટી 9600ની નીચે પહોંચી, જે આંકડો જુલાઈ 2017 દરમિયાન હતો. નિફ્ટીમાં પણ ઘટાડો આશરે 9 ટકા નજીક પહોંચ્યો છે. 


કોરોનાના કહેરથી બજાર બેહાલ, સેન્સેક્સ 2919 અને નિફ્ટી 825 પોઈન્ટના ઘટાડા સાથે બંધ


3- 52 સપ્તાહના નિચલા સ્તર પર પહોંચ્યા આ સ્ટોક્સ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટે, ટીસીએસ, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, એચપીસીએલ, આઈટીટી, એલ એન્ડ ટી, સ્પાઇસજેટ, એબીબી, હીરો મોટોકોર્પ, એસીસી, બીઈએમએલ, જીએઆઈએલ, જિલેટ અને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ તે 783 સ્ટોકમાં રહ્યાં, જે 52 સપ્તાહની નિચલી સપાટી પર પહોંચી ગયા છે. 


4- છેલ્લા 7 વર્ષમાં સૌથી મોટો ઘટાડો
ટીસીએસમાં 12 ટકા, બર્જર પેન્ટ્સમાં 15 ટકા, ઇન્ડિગોમાં 18 ટકા અને સ્પાઇસજેટમાં 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા 7 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે આ. 


5- સેન્સેક્સમાં 7 દિવસમાં 15 ટકાનો ઘટાડો
છેલ્લા 7 દિવસમાં સેન્સેક્સમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર