નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર મંગળવાર 31 જાન્યુઆરીએ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. પરંતુ સેન્સેક્સની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. પરંતુ કારોબાર વધતા તેમાં તેજી આવી અને અંતમાં બંને મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ-નિફ્ટીથી વધુ ઉછાળ બ્રોડર માર્કેટમાં જોવા મળ્યો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ આજે 2.30% વધીને બંધ થયો હતો. તો મિડકેપ ઈન્ડેક્સમાં 1.47 ટકાની તેજી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો ટેલીકમ્યુનિકેશન અને યુટિલિટીઝ શેરના ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુની તેજી રહી છે. તો કોમોડિટીઝ, FMCG,પાવર, મેટલ અને બેન્કિંગના શેરમાં સારી તેજી રહી. તો બીજીતરફ ઓયલ એન્ડ ગેસ, આઈટી અને ફાર્માના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. બજારમાં ચારેતરફ તેજીને કારણે રોકાણકારોને આજે 20 અબજ રૂપિયા કે 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારોબારના અંતમાં બીએસઈ સેન્સેક્સ (Sensex) જ્યાં 49.49 પોઈન્ટ કે 0.083% ટકા વધી 59,549.90 પોઈન્ટ પર બંધ થયો હતો. તો એનએસઈની નિફ્ટી (Nifty) 33.35 પોઈન્ટ કે 0.19 ટકાના વધારા સાથે 17,682.30 ના સ્તર પર બંધ થયો હતો.


આ પણ વાંચોઃ ગૌતમ અદાણી કેવી રીતે પૈસા કમાય છે, તેમના ગ્રુપની કંપની શું-શું કામ કરે છે? જાણો


રોકાણકારોને 2 લાખ કરોડનો થયો ફાયદો
BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવાર 31 જાન્યુઆરીએ વધીને 270.49 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું, જે તેના પાછલા કારોબારી દિવસ એટલે કે સોમવાર 30 જાન્યુઆરીએ 268.47 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે આશરે 2.02 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની વેલ્થમાં આજે 2.02 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 


સેન્સેક્સના આ 5 શેરમાં આજે ફુલ તેજી
સેન્સેક્સના 30માંથી 17 શેર આજે વધારા સાથે બંધ થયા છે. તેમાં એસબીઆઈના શેરમાં સૌથી વધુ 3.45 ટકા તેજી જોવા મળી છે. ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M),અલ્ટ્રાટેક સીમેન્ટ (Ultratech Cement),પાવર ગ્રિડ (Power Grid) અને આઈટીસી (ITC)ના શેરમાં સૌથી વધુ ઉછાળ રહ્યો છે અને તે આશરે 2.16%થી લઈને 3.41%ની તેજીની સાથે બંધ થયા છે. 


આ પણ વાંચોઃ Budget 2023: જ્યારે દેશ પર આવ્યું હતું મોટું સંકટ, ત્યારે રજૂ થયું હતું બ્લેક બજેટ


આ પાંચ શેરમાં મોટો ઘટાડો
તો સેન્સેક્સના 13 શેર આજે ઘટાડા સાથે બંધ થયા છે. તેમાં પણ બજાજ ફાયનાન્સ (Bajaj Finance)ના શેરમાં સૌથી વધુ 2.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ટીસીએસ  (TCS),ટેક મહિન્દ્રા (Tech Mahindra),સનફાર્મા અને એશિયન પેન્ટ્સ (Asian Paints) પણ આજે 1.24 ટકાથી લઈને 2.22 ટકા સુધીના ઘટાડા સાથે બંધ થયા હતા. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, બજેટમાં થઈ શકે છે મહત્વની જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube