Share Market LIVE: બજેટ પહેલાં શેરબજારમાં તેજી, Sensex માં 400 પોઈન્ટનો ઉછાળો
ગુરૂવારે બજારની શરૂઆત તેજી સાથે થઇ છે. બજારમાં ખરીદારી હાવી છે. નેશનલ સ્ટોક એક્સચેંજ પર 993 શેરોમાં ખરીદી થઇ રહી છે તો બીજી તરફ 465 શેરોમાં વેચાવલી જોવા મળી રહી છે. હાલ, સેંસેક્સ 383 પોઈન્ટ ચઢીને 35974 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી 95 પોઈન્ટ ચઢીને 10774ના સ્તર પર છે. બંને ઈંડેક્સમાં લગભગ 1 ટકાની તેજી જોવા મળી છે. જોકે, બજાર દિવસના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યું છે. પરંતુ બજારમાં ખરીદીમાં તેજી જળવાઇ રહી છે. આ પહેલાં ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી હતી. રૂપિયો 71 રૂપિયા પ્રતિ ડોલરની નીચે આવી ગયો. રૂપિયામાં આજે 0.33% મજબૂતી જોવા મળી.
મુંબઇ: ગુરૂવારે બજારની શરૂઆત તેજી સાથે થઇ છે. બજારમાં ખરીદારી હાવી છે. નેશનલ સ્ટોક એક્સચેંજ પર 993 શેરોમાં ખરીદી થઇ રહી છે તો બીજી તરફ 465 શેરોમાં વેચાવલી જોવા મળી રહી છે. હાલ, સેંસેક્સ 383 પોઈન્ટ ચઢીને 35974 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી 95 પોઈન્ટ ચઢીને 10774ના સ્તર પર છે. બંને ઈંડેક્સમાં લગભગ 1 ટકાની તેજી જોવા મળી છે. જોકે, બજાર દિવસના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યું છે. પરંતુ બજારમાં ખરીદીમાં તેજી જળવાઇ રહી છે. આ પહેલાં ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી હતી. રૂપિયો 71 રૂપિયા પ્રતિ ડોલરની નીચે આવી ગયો. રૂપિયામાં આજે 0.33% મજબૂતી જોવા મળી.
બજેટ 2019: ફક્ત થોડા મહિના માટે મળશે ટેક્સમાં રાહત! આ છે મોદી સરકારનો પ્લાન
12:30 PM: દિવસના ઉપરી સ્તરો પર કારોબાર, નિફ્ટી 10,700ની ઉપર
બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબારમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, ઇંફોસિસ, એચડીએફસી અને ICICI બેંકના દમ પર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેંજના 11માંથી 8 સેક્ટરમાં ખરીદી થઇ રહી છે. બજારમાં ખરીદી હાવી છે.
12:15 PM:
DHFLના શેરમાં ઘટાડો યથાવત, 5 વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યો. શેરબજારમાં લગભગ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સમાચાર છે કે રજિસ્ટાર ઓફ કંપનીઝ DHFL ની તપાસ કરી રહી છે.
11:47 AM:
અલેરા સિક્યોરિટીઝના એક્સપર્ટે ઇન્ડિયન ઓઇલના શેરમાં ખરીદીની સલાહ આપી છે. શેરમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બીજા દિવસે પણ ઘટાડો, જાણો આજનો ભાવ
10:40 AM:
નિફ્ટી 100 ઈંડેક્સમાં 60 ટકા અથવા 0.55 ટકાની તેજી જોવા મળી છે. નિફ્ટી 100 હાલમાં 10,891ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. BSE મિડકેપમાં પણ 32 પોઈન્ટની રિકવરી જોવા મળી છે. આ 14,469 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. BSE સ્મોલકેપમાં પણ 37 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ 13,852 ના સ્તર પર પહોંચી ચૂક્યો છે.
10: 07 AM:
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના શેરમાં ગુરૂવારે તેજી યથાવત છે. RIL ના શેરમાં લગભગ 1.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની વાત કરીએ તો તેમાં 1 ટકાની નબળાઇ જોવા મળી રહી છે.
ન વચગાળા ન પૂર્ણ, 1 ફ્રેબુઆરીએ ફક્ત 4 મહિના માટે બજેટ રજૂ કરશે સરકાર: નાણા મંત્રાલય
10: 05 AM:
ચંદા કોચરની સ્પષ્ટતા બાદ ICICI બેંકના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.
9.30 AM: બજારની તેજ શરૂઆત, Sensex માં 200 પોઈન્ટનો ઉછાળો
ગુરૂવારે બજારની તેજી સાથે શરૂઆત થઇ છે. બજારમાં ખરીદી હાવી છે. નેશનલ સ્ટોક એક્સચેંજ પર 993 શેરોમાં ખરીદી થઇ રહી છે તો બીજી તરફ 465 શેરોમાં વેચાવલી જોવા મળી હતી.