સોમવારે બઢત સાથે ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં સામાન્ય ઘટાડો
અઠવાડિયા પહેલાં કારોબારી દિવસ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 1.36 પોઇન્ટની બઢત સાથે ખુલ્યો. તો બીજી તરફ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4.20 પોઇન્ટ ઘટાડા સાથે ખુલ્યો.
મુંબઇ: અઠવાડિયા પહેલાં કારોબારી દિવસ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 1.36 પોઇન્ટની બઢત સાથે ખુલ્યો. તો બીજી તરફ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4.20 પોઇન્ટ ઘટાડા સાથે ખુલ્યો.
39436.08 ના સ્તર પર ખુલ્યો સેન્સેક્સ
સોમવારે 1.36 પોઇન્ટની બઢત બાદ સેન્સેક્સ 39436.08 ના સ્તર પર ખુલ્યો. વાત જો નિફ્ટીની કરીએ તો અઠવાડિયાના પહેલાં દિવસે 4.20 પોઇન્ટના ઘટાડા બાદ નિફ્ટી 11839.90 ના સ્તર પર ખુલ્યો.
સ્થિર સરકાર બનતાં શેર બજારમાં ઉછાળો યથાવત રહેશે, સરકાર પાસે છે આ આશાઓ
આવી હતી દિગ્ગજ શેરોની સ્થિતિ
દિગ્ગજ શેરોની વાત કરીએ તો એનડીપીસી, યસ બેંક, એચડીએફસી બેંક અને સનફાર્માના સ્ટોક્સ ગ્રીન નિશાન સાથે ખુલ્યો. બીજી તરફ ઘટાડાવાળા દિગ્ગજ શેરોની વાત કરીએ તો તેમાં ગ્રાસિમ ઇંડસ્ટીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, જેટ એરવેઝ, બીપીસીલ, ઝી એન્ટરટેનમેંટ, કોટક મહિંદ્વા બેંક, અદાણી પોર્ટ, ટેક મહિંદ્વા, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ અને ઇંડસઇંડ બેંકના સ્ટોક્સનો સમાવેશ થાય છે.
હોંગકોંગમાં પણ છવાયું 'મૈં ભી ચોકીદાર', 'NAMO' રેસ્ટોરન્ટમાં મોદીની જીતનો જશ્ન
સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર
સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર નાખીએ તો સપ્તાહના પહેલા કારોબારી દિવસ એફએમસીજી, મેટલ અને ઇંફ્રા ગ્રીન નિશાન પર ખુલ્યો. તો બીજી તરફ ઓટો, એનર્જી અને ફાર્મા લાલ નિશાન સાથે ખુલ્યા.
પ્રી ઓપન દરમિયાન આ હતી શેર માર્કેટની સ્થિતિ
સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે પ્રી ઓપન દરમિયાન સેન્સેક્સમાં 38.26 પોઇન્ટ એટલે કે 0.10 ટકાનો વધારો જોવા મળ્યો, ત્યારબાદ સેન્સેક્સ 39472.98 સ્તર પર હતો. તો બીજી તરફ નિફ્ટીમાં 31.10 પોઇન્ટ એટલે કે 0.26 ટકાનો વધારો થયો હતો, ત્યારબાદ આ 11875.20 સ્તર પર હતો.
બઢત સાથે થઇ રૂપિયાની શરૂઆત
સોમવારે ડોલરના મુકાબલે રૂપિયામાં 11 પૈસાની બઢત આવી. આ બઢત બાદ રૂપિયો 69.41ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ આ પહેલાં ડોલરના મુકાબલે રૂપિયો 69.52ના સ્તર પર બંધ થયો હતો.