મુંબઈઃ ક્રિસમસની રજા બાદ બુધવારે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 26.99 અને નિફ્ટી 28.05ની નબળાઈએ ક્રમશઃ 35,443.16 અને 10,635.45 ખુલ્યા, પરંતુ ત્યારબાદ સેન્સેક્સમાં 375 પોઈ્ટ અને નિફ્ટીમાં 108 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 શેરવાળા સૂચકાંક સેન્સેક્સ પર શરૂઆતી કારોબારમાં ઓએનજીજી, એશિયન પેન્ટ, કોલ ઈન્ડિયાને છોડીને તમામ શેર લાલ નિશાનમાં હતા. તો નિફ્ટી પર હિંદુસ્તાન પેટ્રોલિયમ, બીપીસીએલ, આઈઓસી, કોલઈન્ડિયા, ઓનએસીજી ટોપ ગેનર્સ રહ્યાં હતા. હિંદુસ્તાન યૂનિલીવર, સનફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વિપ્રો, ઇંડસઇંડ બેન્કના શેર લાલ નિશાનમાં હતા. 


સવારે 10 કલાકે સેન્સેક્સ 376.22 પોઈન્ટ ઘટીને 35093.93 પર હતો, તો નિફ્ટી 108 પોઈન્ટના ઘટાડા સાથે 10555.40 પોઈન્ટ પર હતી. 


આ પહેલા સોમવારે સેન્સેક્સ 271.92 પોઈન્ટના ઘટાડા સાથે 35470.15 પર અને નિફ્ટી 90.50 પોઈન્ટની ઘટાડા સાથે 10,663.50 પર બંધ થઈ હતી.