મુંબઈઃ ગુરૂવારે સતત ત્રીજા દિવસે પણ શેરબજારમાં કડાકો બોલાયો હતો. જેના પરિણામે રોકાણકારોના રૂ.2.28 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક પ્રવાહો, નબળો થતો રૂપિયો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો દ્વારા બજારના સેન્ટિમેન્ટને આધારે વેચાવલી કરવાને કારણે શેરજાર ઊંધા માથે પટકાયું હતું. 


બીએસઈ સેન્સેસ્કમાં 572.28 પોઈન્ટ (1.59%)નો ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 35,312.13 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટીમાં 181.75 (1.69%) નો ઘટાડો થયો હતો અને 10,601.15 પર બંધ રહ્યો હતો. 


સૌથી ઝડપતા વિશ્વના ટોપ-20 શહેરમાં ભારતના 17, ગુજરાતના સુરતનો વિકાસ તેજ


શેરોના ભાવમાં થયેલા ઝડપી ઘટાડાને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.2,28,329.72 કરોડથી ઘટીને બજાર બંધ થતા સમયે રૂ.1,39,86,824.95 થઈ ગયું હતું. 5 ડિસેમ્બરના રોજ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનો કૂલ માર્કેટ કેપ રૂ.1,42,15,154.67 હતો. 


આજે મહત્વની વાત એ રહી તે બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ તમામ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં કડાકો જોવા મળ્યો હતો અને બધા જ શેર લાલ લાઈન પર બંધ થયા હતા. ખાસ કરીને ધાતુ, ઓઈલ અને ગેસ, ફાર્મા અને નાણાંકિય કંપનીઓના શેરોમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. 


મારૂતિ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યસ બેન્ક, અદાણી પોર્ટ્સ, ભારતી એરટોલ, એશિયન પેઈન્ટ્સ, ઓએનજીસી, એચયુએલ, કોટક બેન્ક, ઈન્ડસલેન્ડ બેન્ક અને એક્સિસ બેન્કના શેરોમાં સૌથી વધુ 5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સન ફાર્મા એકમાત્ર કંપની હતી જેના શેરના ભાવમાં 1.57 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. 


બીએસઈ દ્વારા જે પ્રાથમિક આંકડા રજૂ કરાયા છે તે મુજબ, બુધવારે વિદેશી રોકાણકારોએ રૂ.857.82 કરોડના શેર વેચ્યા હતા અને ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો દ્વારા રૂ.791.59 કરોડના શેર વેચવામાં આવ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...