Multibagger Stock: શેર બજારમાં આ સમયે સર્વોટેક પાવર (Servotech Power) ની ચર્ચા થઈ રહી છે. કંપની પોતાના સ્ટોકનું વિભાજન કરવા જઈ રહી છે. 100 રૂપિયાથી ઓછી કિંમતવાળા આ સ્ટોકે હાલના વર્ષોમાં પોઝીશનલ ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે. માત્ર 2 વર્ષની અંદર સર્વોટેક પાવરના શેર (Servotech Power)નો ભાવ 2.50 રૂપિયાથી વધી 86 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો છે. જેના કારણે પોઝીશનલ ઈન્વેસ્ટરોને 3300 ટકાનું રિટર્ન મળ્યું છે. નોંધનીય છે કે કંપનીના સ્ટોકમાં 2 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી હોલ્ડ કરવા પર 34 લાખનું રિટર્ન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર બજારમાં પ્રદર્શન
છેલ્લા એક મહિના દરમિયાન સર્વોટેક પાવરના શેરની કિંમતોમાં 3 ટકાની તેજી જોવા મળી છે. તો માત્ર 6 મહિનામાં સ્ટોકે ઈન્વેસ્ટરોને 300 ટકાનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન સર્વોટેક પાવરના શેરની કિંમત 20.65 રૂપિયાથી વધી 86 રૂપિયાના લેવલ પર પહોંચી છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કંપનીના પોઝીશનલ ઈન્વેસ્ટરોને 1300 ટકાનો ફાયદો મળ્યો છે. 


આ પણ વાંચોઃ આવી રહ્યો છે TATA ગ્રુપની કંપનીનો IPO, પ્રાઇઝ બેન્ડ 265થી 320 રૂપિયા સંભવ! જાણો GMP


2023માં થયો છે સ્ટોક સ્પિલટ 
સર્વોટેકના શેર સ્પ્લિટ થઈ ચુક્યા છે. કંપનીએ આ વર્ષે જુલાઈમાં પોતાના શેરને બે ભાગમાં વહેંચી દીધા છે. આ સ્ટોક સ્પ્લિટ માટે સર્વોટેક પાવરે 28 જુલાઈ 2023ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. એટલે કે જે ઈન્વેસ્ટરો પાસે કંપનીના શેર આ દિવસે હશે તેને આ સ્પિલટનો લાભ મળી ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube